Trendingઆંતરરાષ્ટ્રીયબિઝનેસમુખ્ય સમાચાર

ટ્રમ્પનું ટેરિફ ભૂત ફરી ધુણ્યું !!

વિશ્વ વેપાર રાજકારણમાં ફરી એક વખત મોટું તોફાન ઊભું થવાનું સંકેત મળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpના વહીવટીતંત્રએ ભારત, ચીન અને યુરોપિયન યુનિયન સહિત 16 મોટા વેપાર ભાગીદારો સામે “અન્યાયી વેપાર પ્રથા (Unfair Trade Practice)” અંગે નવી તપાસ શરૂ કરી છે. અમેરિકાનું કહેવું છે કે કેટલાક દેશો પોતાની જરૂરિયાત કરતાં ઘણી વધુ ઉત્પાદન ક્ષમતા ઊભી કરી રહ્યા છે અને પછી તે વધારાનું ઉત્પાદન અમેરિકન બજારમાં ઠાલવી રહ્યા છે, જેના કારણે અમેરિકાના સ્થાનિક ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે. આ તપાસના પરિણામે આગામી કેટલાક મહિનાઓમાં નવા ટેરિફ લાગુ થઈ શકે છે. જો આવું થાય તો વૈશ્વિક વેપારમાં ફરી એકવાર તણાવ વધવાની શક્યતા છે.


સુપ્રીમ કોર્ટના ઝટકા બાદ ટ્રમ્પની નવી ચાલ

તાજેતરમાં Supreme Court of the United Statesએ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાગુ કરાયેલા કેટલાક મહત્વપૂર્ણ ટેરિફને ગેરકાયદેસર ગણાવીને રદ કર્યા હતા. આ નિર્ણય પછી ટ્રમ્પ સરકાર માટે પોતાની વેપાર નીતિ જાળવી રાખવી મુશ્કેલ બની ગઈ હતી. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્ર હવે નવી કાયદાકીય રીતથી ફરીથી ટેરિફ લાદવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે તેઓ Section 301 of the Trade Act of 1974 હેઠળ આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કલમ અમેરિકાને એવા દેશો સામે પગલાં લેવા સત્તા આપે છે, જે અમેરિકાની દ્રષ્ટિએ “અન્યાયી વેપાર પ્રથા (Unfair Trade Practice)” અપનાવે છે. ટ્રમ્પ પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ આ જ કાયદાનો ઉપયોગ કરીને ચીન સામે મોટા પાયે ટેરિફ લાગુ કરી ચૂક્યા છે, જેના કારણે અમેરિકા અને ચીન વચ્ચે લાંબો વેપાર યુદ્ધ જોવા મળ્યું હતું. આ તપાસ બાદ યુએસ કેટલાક દેશો પર ઈમ્પોર્ટ ડ્યુટી લાગુ કરી શકે છે.


16 દેશો અમેરિકાની નજરમાં

અમેરિકાના ટ્રેડ પ્રતિનિધિ Jamieson Greerએ જણાવ્યું છે કે આ તપાસમાં કુલ 16 મુખ્ય વેપાર ભાગીદારોને સામેલ કરવામાં આવ્યા છે. આ દેશો વિશ્વના સૌથી મોટા ઉત્પાદન કેન્દ્રોમાં ગણાય છે. તપાસ હેઠળ આવેલા મુખ્ય દેશો આ મુજબ છે:

  • India
  • China
  • Japan
  • South Korea
  • Mexico
  • Bangladesh
  • Vietnam
  • Thailand
  • Malaysia
  • Singapore
  • Indonesia
  • Cambodia
  • Switzerland
  • Norway

આ ઉપરાંત European Unionના કેટલાક ક્ષેત્રો પણ તપાસ હેઠળ આવી શકે છે.

અમેરિકાની મુખ્ય ફરિયાદ શું છે?

અમેરિકાના મતે ઘણા દેશોમાં “અતિરિક્ત ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતા” ઉભી થઈ છે. તેનો સીધો અર્થ એ થાય છે કે કેટલાક દેશો પોતાની આંતરિક માંગ કરતાં ઘણી વધુ વસ્તુઓ બનાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગમાં ઘણી કંપનીઓ ભારે પ્રમાણમાં ઉત્પાદન વધારી રહી છે. આ વધારાનું ઉત્પાદન પછી વૈશ્વિક બજારમાં સસ્તા દરે વેચવામાં આવે છે. ચીનની ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની BYDનું નામ પણ આ ચર્ચામાં આવ્યું છે, કારણ કે કંપની ઝડપથી પોતાની વૈશ્વિક ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. અમેરિકાનું કહેવું છે કે આવી નીતિઓના કારણે સ્થાનિક ઉદ્યોગો સ્પર્ધામાં પાછળ પડી જાય છે અને અમેરિકન કામદારોની નોકરીઓ જોખમમાં પડે છે.


ફોર્સ્ડ લેબર મુદ્દે પણ કડક પગલાં

આ તપાસનો બીજો મહત્વપૂર્ણ ભાગ “ફોર્સ્ડ લેબર” સંબંધિત છે. અમેરિકાનું કહેવું છે કે કેટલાક દેશોમાં બળજબરીથી મજૂરી કરાવીને ઉત્પાદનો બનાવવામાં આવે છે. પહેલાં Joe Bidenના સમયમાં ચીનના Xinjiang પ્રદેશમાંથી આવતા કેટલાક ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે ટ્રમ્પ વહીવટીતંત્ર આવી કાર્યવાહી અન્ય દેશો સુધી વિસ્તારી શકે છે. જો તપાસમાં પુરાવા મળે તો અમેરિકા આવા ઉત્પાદનોની આયાત પર સીધો પ્રતિબંધ મૂકી શકે છે.

ભારત માટે શું ચિંતાનો વિષય?

અમેરિકા ભારત માટે સૌથી મહત્વપૂર્ણ નિકાસ બજારોમાંનું એક છે. ભારતમાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગ ઉત્પાદનો અમેરિકામાં મોકલવામાં આવે છે. જો અમેરિકાએ નવા ટેરિફ લાગુ કર્યા તો નીચેના ક્ષેત્રોને અસર પડી શકે છે:

  • ટેક્સટાઈલ અને ગાર્મેન્ટ ઉદ્યોગ
  • સ્ટીલ અને મેટલ ઉત્પાદનો
  • ઓટો પાર્ટ્સ
  • કેમિકલ્સ
  • ઇલેક્ટ્રોનિક્સ

તેમ છતાં ઘણા નિષ્ણાતોનું માનવું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને કારણે બંને દેશો વચ્ચે ચર્ચા દ્વારા ઉકેલ શોધવાનો પ્રયાસ થશે.


Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.