અમદાવાદમુખ્ય સમાચાર

અમદાવાદ ટ્રાફિક એલર્ટ:શાહીબાગ અંડરપાસ બંધ

શાહીબાગ અંડરપાસ 3–7 એપ્રિલ વચ્ચે દરરોજ બપોરે ૧૨ થી સાંજના ૫ વાગ્યા બંધ રહેશે

Ahmedabad , 03 April 2026: અમદાવાદના શાહીબાગ અંડરપાસ પર 03 એપ્રિલથી 07 એપ્રિલ સુધી વાહનવ્યવહાર માટે અસ્થાયી બંધ રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગે અહીં રેલવે ટ્રેક મજબૂત કરવા માટે મરામત અને જાળવણીના કામ શરૂ કર્યા છે. આ કામ દરમિયાન અંડરપાસના ઉપર અને નીચેના ટ્રેકને મજબૂત બનાવવા, અને જૂની પ્લેટ્સને બદલવા જેવા કામો કરવામાં આવશે. અંડરપાસ બંધ રહેવાનો સમય દરરોજ બપોરે ૧૨ થી સાંજના ૫ વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન શાહીબાગ અંડરપાસના ત્રણેય પ્રવેશ અને નિકાસ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

વિકલ્પી રસ્તાઓ

  • દિલ્હી દરવાજા અને સુભાષબ્રિજ તરફથી આવતા વાહનચાલકો, જેમને એરપોર્ટ અથવા ગાંધીનગર જવું હોય, તેઓ સુભાષબ્રિજના છેડે શિલાલેખ ફ્લેટ મારફતે રિવરફ્રન્ટ માર્ગનો ઉપયોગ કરી ડફનાળા પાસેથી આગળ જઈ શકે છે.
  • એરપોર્ટ અને ગાંધીનગર તરફ જતા વાહનચાલકો રિવરફ્રન્ટ માર્ગ દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં પહોંચી શકે છે.
  • અસારવા, ગીરધરનગર, દિલ્હી દરવાજા અને કાલુપુર તરફ જવા માટે શાહીબાગ મારફતે મહાપ્રજ્ઞા બ્રિજનો ઉપયોગ કરી શકાય છે.
  • ગીરધરનગર અને અસારવા તરફથી ગાંધીનગર અથવા એરપોર્ટ જવા માટે વાહનચાલકો શાહીબાગ, ગાયત્રી મંદિર અને આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારથી પસાર થઈ ઇન્દિરા બ્રિજ તરફ જઈ શકે છે.

અધિકારીઓએ વાહનચાલકોને વિનંતી કરી છે કે તેઓ આ અવધિ દરમિયાન સાવચેતી પૂર્વક સફર યોજે અને નિર્ધારિત વિકલ્પી રસ્તાઓનો ઉપયોગ કરે જેથી ટ્રાફિકમાં વિક્ષેપ ઓછો થાય.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.