મણિનગરમાં 1360 મેટ્રિક ટનનો વિશાળ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સિદ્ધિ: મણિનગરમાં સૌથી ભારે ગર્ડર સ્થાપિત
Ahmedabad 08 April 2026: દેશના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી હવે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. આધુનિક ટેકનોલોજી અને અત્યાધુનિક ઈજનેરી કૌશલ્ય સાથે પ્રોજેક્ટના વિવિધ તબક્કાઓ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. મણિનગર વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે અત્યાર સુધીનો સૌથી ભારે અને વિશાળ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. આ ગર્ડરનું વજન આશરે 1360 મેટ્રિક ટન છે, જે આ પ્રોજેક્ટ માટે એક રેકોર્ડ સમાન સિદ્ધિ માનવામાં આવે છે.
આ ગર્ડરને તેના નિર્ધારિત સ્થાને સ્થાપિત કરવા માટે એન્જિનિયરોને અત્યંત જટિલ પ્રક્રિયા હાથ ધરવી પડી હતી. સંપૂર્ણ લોન્ચિંગ ઓપરેશનમાં લગભગ 3 કલાક અને 30 મિનિટનો સમય લાગ્યો હતો. કામગીરી દરમિયાન સુરક્ષા અને ચોકસાઈ બંનેને પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં રેલવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે જોડાયેલા નિષ્ણાતોએ અદ્ભુત ઈજનેરી કુશળતા અને સંકલનનો દાખલો આપ્યો છે. આ પ્રકારના ભારે ગર્ડરનું સફળ લોન્ચિંગ ટેક્નિકલ દૃષ્ટિએ ખૂબ પડકારજનક માનવામાં આવે છે.
હજુ વધુ 5 ગર્ડર લોન્ચ થવાના બાકી
મણિનગર વિસ્તારમાં ટ્રેક નિર્માણ માટે આવા કુલ 5 ગર્ડર લોન્ચ કરવામાં આવનાર છે. જેમાંથી આ પ્રથમ અને સૌથી મુશ્કેલ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. બાકીના ગર્ડરનું કામ હવે વધુ ઝડપથી પૂર્ણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
www.gujaratupdates.com
