નકલી હાઈકોર્ટ ઓર્ડર, IPSના પુત્રને 3 વર્ષ કેદ
Amreli, 08 April , 2026: Gujarat Updates Team: અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.એ. બક્ષીએ નિવૃત્ત IPS અધિકારી બી.એસ. જેબલિયાના પુત્ર, નીરવ બાવકુભાઈ જેબલિયાને 2023ની છેતરપિંડી કેસમાં દોષી ઠેરવતા ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. આ કેસ હાઈકોર્ટના નામે બનાવાયેલા નકલી સ્ટે ઓર્ડર સાથે જોડાયેલ છે. જોકે, કોર્ટે ફર્જરી અને ક્રિમિનલ ઇન્ટિમિડેશનના આરોપોમાં તેમને બરી કરી દીધા.કેસ સોલા પોલીસ સ્ટેશનમાં ઓગસ્ટ 2023માં નોંધાયો હતો.
આરોપી સામે ફરિયાદકર્તા કુબેરનગર રહેતા દિનેશભાઈ ખુશાલભાઈ રાણાએ દાવો કર્યો કે, તેમના મિત્રને ડીસા ખાતે નાર્કોટિક્સ કાયદા હેઠળ Preventive Detentionમાંથી મુક્ત કરવા હાઈકોર્ટનો આદેશ મેળવવાનો ભરોસો આપી, નિરવે ₹5 લાખની રકમ લેવામાં આવી. નિરવે શરૂઆતમાં “2013” વર્ષ સાથે નકલી હાઈકોર્ટ ઓર્ડર આપ્યો અને પછી સુધારેલ આવૃત્તિ મોકલી. જ્યારે દિનેશભાઈએ હાઈકોર્ટની સત્તાવાર વેબસાઈટ પર તપાસ કરી, ત્યારે તેમને આપેલા નંબરનો કોઈ ઓર્ડર મળી આવ્યો નહોતો.જ્યારે દિનેશભાઈએ રકમ પાછી માંગવી શરૂ કરી, ત્યારે નિરવે તેમને ખોટા કેસોમાં ફસાવવાનો ભય જોખમ આપ્યો. કાર્યવાહી દરમિયાન પ્રોસિક્યુશને 10 સાક્ષીઓ અને 14 દસ્તાવેજો રજૂ કર્યા.ફરિયાદી તરફથી એડવોકેટ જયેન્દ્ર અભવેકરે 150 પાનાની લેખિત દલીલો રજૂ કરી હતી.સરકારી વકીલ એમ.પી. ભરવાડે રજૂઆત કરી હતી કે, આરોપી સામે આવા જ અન્ય કેસો પડતર છે.
સજા માં કોર્ટે જણાવ્યું કે, 37 વર્ષના નીરવ, પ્રાઇવેટ પાઈલટ છે અને પરિવાર માટે જવાબદારીઓ ધરાવે છે. તે પહેલાથી જ બે વર્ષ અને સાત મહિના કેદમાં વિતાવી ચૂક્યા છે, તેથી કાયદા મુજબની મહત્તમ સજા કરતા ઓછું દંડ આપવાનો નિર્ણય કર્યો. આ કેસ દ્વારા હાઈકોર્ટના નામે બનાવાયેલા નકલી ઓર્ડર અને દૈનિક જીવનમાં છેતરપિંડીના જોખમો સામે કડક સંદેશ આપવામાં આવ્યો છે.
www.gujaratupdates.com
