બિગ બ્રેકિંગ: ભારતીયો , ઈરાન છોડો નહીં તો જોખમ!
08 April , 2026: Gujarat Updates Team: ઈરાનમાં વધતી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે મોટી કાર્યવાહી કરી છે. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને જલદીથી ઈરાન છોડવા તાકીદની સલાહ આપી છે. બે સપ્તાહના સીઝફાયર છતાં સરકાર કોઈ જોખમ લેવા તૈયાર નથી.ફેબ્રુઆરીના હુમલાઓ દરમિયાન અંદાજે 9,000 ભારતીયો હાજર છે. અત્યાર સુધીમાં 1,800 જેટલા સુરક્ષિત પરત ફર્યા. બાકી લોકોને ઝડપથી બહાર લાવવાનો પ્રયાસ ચાલુ છે
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જાહેર કરેલી એડવાઇઝરીમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે: શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડો, દૂતાવાસના માર્ગદર્શન મુજબ જ મુસાફરી કરો, કોઈપણ આંતરરાષ્ટ્રીય જમીન સરહદ દૂતાવાસની મંજૂરી વગર પાર ન કરો.
મુશ્કેલીમાં મુકાયેલા ભારતીયો માટે ખાસ હેલ્પલાઈન જાહેર:
📞 +989128109115 📞 +989128109109 📞 +989128109102 📞 +989932179359
Email :cons.tehran@mea.gov.in
અગાઉની ચેતવણી શું હતી? :7 એપ્રિલની એડવાઇઝરીમાં ભારતીયોને સૂચના આપવામાં આવી હતી કે:
✔️ 48 કલાક સુધી જ્યાં છે ત્યાં જ રહેવું
✔️ સૈન્ય વિસ્તારો અને વીજળી ઉપકરણોથી દૂર રહેવું
✔️ ઘર બહાર નીકળતા પહેલા દૂતાવાસની સલાહ લેવી
સીઝફાયર છતાં ચિંતા કેમ?
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે 2 અઠવાડિયાનો યુદ્ધવિરામ જાહેર થયો છે. તેમ છતાં, પરિસ્થિતિ હજી સંપૂર્ણ રીતે સ્થિર નથી.અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સંભવિત હુમલાઓને તાત્કાલિક રોકવાની જાહેરાત કરી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ યથાવત છે.
પરિસ્થિતિ ભલે તાત્કાલિક શાંત દેખાય, પણ જોખમ હજી ટળ્યું નથી. ભારત સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા માટે સાવચેત છે અને દરેક ભારતીયને સુરક્ષિત રીતે વતન પરત લાવવા પ્રતિબદ્ધ છે.
www.gujaratupdates.com
