અમદાવાદગુજરાતમુખ્ય સમાચાર

અમદાવાદમાં આગની લપેટમાં કોમ્પલેક્ષ

અમદાવાદ ફરી આગની ઝપેટમાં, કારણ અકબંધ

Ahmedabad, 27 April 2026 Gujarat Updates Team: અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી શાંગરિલા-2 કોમ્પલેક્ષમાં આજે અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ પાર્કિંગમાં ઉભેલા વાહનોમાંથી ફાટી નીકળ્યાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જ્યારે પાર્કિંગ પાસે આવેલ ATM મશીન પણ આગની ઝપેટમાં આવી નુકસાન પામ્યું હોવાની માહિતી સામે આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.

આગની ઘટના બનતાં જ બિલ્ડિંગમાં હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરીને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. માહિતી મુજબ, આગ ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ હતી અને તેણે પાર્કિંગ વિસ્તાર, વાહનો તેમજ નજીકના ATM સહિત કોમ્પલેક્ષના કેટલાક ભાગોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાની જાણ થતાં જ Ahmedabad Fire and Emergency Servicesની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે જોરશોરથી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આગને કારણે આસપાસના વિસ્તારમાં ટ્રાફિક પર પણ અસર પડી હતી અને સુરક્ષાના ભાગરૂપે એક તરફનો રસ્તો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. હાલ આગ પર મોટાભાગે કાબૂ મેળવી લેવાયો છે, પરંતુ ફાયર ટીમ દ્વારા કૂલિંગ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. ફાયર વિભાગ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

www.gujaratupdats.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.