IPL 2026 : MI Vs SRH હૈદરાબાદ 6 વિકેટે જીત્યું
Mumbai 29 April,2026 Gujarat Updates Team: સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH) એ મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians – MI) સામે IPL 2026ની 41મી મેચમાં 6 વિકેટથી ભવ્ય જીત નોંધાવી. આ જીત સાથે હૈદરાબાદે IPLના ઈતિહાસમાં ચોથો સૌથી મોટો રન ચેઝ (244 રન) પૂર્ણ કરીને નવો માઈલસ્ટોન સ્થાપ્યો.
મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians – MI)નો મોટો સ્કોર પણ રહ્યો વ્યર્થ
વાનખેડે સ્ટેડિયમમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કરનાર મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians – MI)એ 20 ઓવરમાં 243 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો.Ryan Rickelton → 123 રનની ધમાકેદાર ઇનિંગ પરંતુ બીજી ઇનિંગમાં ડ્યૂ ફેક્ટરના કારણે બોલિંગ મુશ્કેલ બનતા આ સ્કોર બચાવી શક્યા નહીં.
સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH)ની તોફાની શરૂઆત
સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH)ટાર્ગેટનો પીછો આક્રમક રીતે શરૂ કર્યો:
- Travis Head → 30 બોલમાં 76
- Abhishek Sharma → 24 બોલમાં 45
બંનેએ મળીને 129 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરીને જીતનો મજબૂત પાયો નાખ્યો.
મેચમાં નાટકીય વળાંક
એક સમયે સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH)એ માત્ર 6 બોલમાં જ Abhishek Sharma, Travis Head અને Ishan Kishan ની વિકેટ ગુમાવી, જેથી મેચ ફરી રસપ્રદ બની ગઈ.
ક્લાસેન-રેડ્ડીની જીતની ભાગીદારી
મેચનો ટર્નિંગ પોઈન્ટ Heinrich Klaasen (30 બોલમાં 65) અને Nitish Kumar Reddy બંનેએ 80 રનની ભાગીદારી કરીને મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH) તરફ ઝૂકાવી દીધી. અંતમાં, Salil Arora (10 બોલમાં 30 )એ ઝડપી રન બનાવી ટીમને 8 બોલ બાકી રહેતાં જીત અપાવી,
IPL ઈતિહાસના સૌથી મોટા રન ચેઝ
- 265 – Punjab Kings vs Delhi Capitals
- 262 – Punjab Kings vs Kolkata Knight Riders
- 246 – Sunrisers Hyderabad vs Punjab Kings
- 244 – SRH vs MI (આ મેચ)
મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians – MI) નો સૌથી મોટો ભૂલભર્યો નિર્ણય રહ્યો ટોસ જીતીને બેટિંગ પસંદ કરવો. વાનખેડેમાં બીજી ઇનિંગમાં ડ્યૂના કારણે બોલ ભીનો થતાં બોલર્સને ગ્રિપ મળતી નહોતી, જે હૈદરાબાદના બેટ્સમેનોએ પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો.આ મેચ IPL 2026ની સૌથી રોમાંચક મેચોમાંની એક રહી. સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH)એ બતાવ્યું કે મોટા ટાર્ગેટ પણ યોગ્ય રણનીતિ અને નિડર બેટિંગથી હાંસલ કરી શકાય છે.
મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians – MI) IPL2026 41st Match 29th April 2026 Scoreboard

સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH) IPL2026 41st Match 29th April 2026 Scoreboard

જાણો : IPL 2026 ટીમના પોઈન્ટ્સ
IPL 2026ની 42 મી મેચ ગુજરાત ટાઈટન્સ ( Gujarat Titans GT ) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ( Royal Challengers Bengaluru – RCB ) વચ્ચે 30 મી એપ્રિલના રોજ Narendra Modi Stadium, Ahmedabad ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
