હાર્દિક પંડ્યાએ ગ્રાઉન્ડ સ્ટાફને આપી ભેટ
Mumbai , India, 27 March, 2026 : ભારતીય ક્રિકેટના ચમકતા સ્ટાર હાર્દિક પંડ્યા ફરી એકવાર પોતાની દરિયાદિલ છબીથી દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ વખતે વાત તેમની બેટિંગ કે બોલિંગની નથી… પરંતુ એક એવા માનવીય પગલાની છે, જેને “સાચા હીરો”ની ઓળખ આપી દીધી છે.હાર્દિક પંડ્યાનો આત્મવિશ્વાસ પણ એટલો જ મજબૂત છે. તેમણે ખુલ્લેઆમ કહ્યું છે કે આગામી 10 વર્ષમાં તેઓ 10 ICC ટ્રોફી જીતવાનો ટાર્ગેટ રાખે છે. આ માત્ર નિવેદન નથી… આ છે એક ચેમ્પિયનનો જુસ્સો.
મુંબઈના ઐતિહાસિક Wankhede Stadium પર T20 વર્લ્ડ કપ પહેલાં હાર્દિક રાત્રે મોડાં સુધી પ્રેક્ટિસ કરતા હતા. જ્યારે દુનિયા ઊંઘમાં હોય ત્યારે કેટલાક ગૂમનામ ચહેરા—ગ્રાઉન્ડ સ્ટાફ—તેમની સાથે ખભે ખભા મિલાવીને મેદાન તૈયાર રાખતા હતા.
તે વખતે હાર્દિકે એક વાયદો કર્યો હતો… “તમારી મહેનતનો માન જરૂર મળશે!”
અને હવે, IPL2026 પહેલાં Mumbai Indians ના પ્રેક્ટિસ સેશન દરમિયાન, તેમણે આ વાયદો હકીકતમાં ફેરવી દીધો.
11 ગૂમનામ હીરોને ઇનામ : હાર્દિક પંડ્યાએ ગ્રાઉન્ડ સ્ટાફના 11 સભ્યોને ₹10,000ના ચેક આપ્યા. પણ અહીં રકમ કરતાં મોટી છે લાગણી અને સન્માન.શરૂઆતમાં એવી ખબર ફેલાઈ હતી કે Hardik Pandya એ દરેક ગ્રાઉન્ડ્સમેનને ₹10 લાખના ચેક આપ્યા હતા, જે ઘણી મોટી રકમ લાગે છે. પરંતુ Gaurav Gupta (The Times of India) એ સ્પષ્ટ કર્યું કે ચેકમાં લખેલી રકમ ખરેખર ₹10,000 હતી.
સોશિયલ મીડિયા પર વખાણનો વરસાદ
જેમજ આ ખબર બહાર આવી, ફેન્સે હાર્દિકને દિલથી વધાવ્યો. ઘણા લોકોએ લખ્યું—
“આ છે રિયલ ચેમ્પિયન!”
“મેદાનની બહાર પણ હાર્દિક જીતે છે!”
