અમદાવાદગુજરાતમુખ્ય સમાચાર

નકલી દસ્તાવેજોથી ચૂંટણી જીત?

કુબેરનગરમાં કોંગ્રેસ કોર્પોરેટર મુશ્કેલીમાં, બનાવટી સર્ટિફિકેટ કેસ

Ahmedabad 05 May 2026 Gujarat Updates Team : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તાજેતરની ચૂંટણીમાં જીતેલા કુબેરનગર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર (કોડેકર) સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. તેમની સામે બનાવટી શૈક્ષણિક દસ્તાવેજો રજૂ કરી ચૂંટણી પ્રક્રિયામાં છેતરપિંડી કરવાના આરોપો હેઠળ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે કૃષ્ણનગર વિદ્યાવિહાર હાયર સેકન્ડરી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ચિરાગ શાહએ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને પોલીસનો સંપર્ક કર્યો. ફરિયાદ મુજબ, કલ્પનાબેને ઉમેદવારી નોંધાવવા માટે જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) રજૂ કર્યું હતું, તે શાળાના રેકોર્ડમાં હાજર નથી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે LCમાં દર્શાવાયેલ GR નંબર 1248 અને LC નંબર 3194 અન્ય વિદ્યાર્થીઓના હતા, તેમજ દસ્તાવેજ પર કરાયેલ સહી પણ બનાવટી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

કલ્પનાબેન કુબેરનગર વોર્ડમાંથી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા છે. પરંતુ હવે આક્ષેપ છે કે તેમણે ચૂંટણી પંચ સમક્ષ ખોટા શૈક્ષણિક દસ્તાવેજો રજૂ કર્યા હતા. જો આ આરોપો સાબિત થાય, તો તેમનું કોર્પોરેટર પદ પણ રદ્દ થવાની શક્યતા છે.

જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરાવવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે દર્શાવાયેલ સર્ટિફિકેટ શાળા દ્વારા જારી કરવામાં આવ્યું નથી. GR નંબર અને LC નંબર અન્ય વ્યક્તિઓના છે દસ્તાવેજ પરની સહી અસલી સહી સાથે મેળ ખાતી નથી. આ આધારે શાળાને પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના આપવામાં આવી હતી.

કૃષ્ણનગર પોલીસે IPCની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસમાં હવે આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરાયું છે કે બનાવટી સર્ટિફિકેટ કોણે તૈયાર કર્યું. તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં. આગામી દિવસોમાં કલ્પનાબેનની પૂછપરછ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 160 સીટ સાથે બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 32 સીટ મળી હતી. આ કેસ કોંગ્રેસ માટે રાજકીય રીતે મુશ્કેલી ઉભી કરી શકે છે, કારણ કે ચૂંટણી જીત્યા બાદ જ કોર્પોરેટર પર ગંભીર આક્ષેપો લાગ્યા છે.

પ્રાથમિક તપાસમાં કેસ મજબૂત માનવામાં આવી રહ્યો છે, પરંતુ અંતિમ નિર્ણય પોલીસ તપાસ અને કાનૂની પ્રક્રિયા બાદ જ આવશે. જો આરોપો સાબિત થાય, તો કોર્પોરેટર પદ રદ્દ થઈ શકે. ફોજદારી કેસમાં કડક સજા પણ થઈ શકે

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
અમારા Facebook પેજને ફોલો કરો: Click karo

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.