સાયબર ક્રાઇમની આંતરરાજ્ય ધરપકડ
ટેલિગ્રામથી પેપર લીકના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ
15 June 2026 Gujarat Updates Team: દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET (National Eligibility cum Entrance Test)ને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે અમદાવાદથી એક મોટો સાયબર ફ્રોડ કેસ સામે આવ્યો છે. સાયબર સુરક્ષા એજન્સીઓએ અલગ-અલગ રાજ્યોમાં સંકલિત ઓપરેશન ચલાવીને ત્રણ શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમણે પરીક્ષાર્થીઓને નિશાન બનાવી લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી. આ સમગ્ર કાર્યવાહી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ટ્રેકિંગની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી.
ટેલિગ્રામ ચેનલથી ચાલતો “ઓરિજિનલ પેપર”નો ભ્રમજાળ
પ્રાથમિક તપાસ મુજબ રાજસ્થાનના બે આરોપીઓએ ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરીને અલગ-અલગ ગુપ્ત ચેનલો બનાવી હતીઆ ચેનલોમાં તેઓ દાવો કરતા કે તેઓ પાસે NEETનું “ઓરિજિનલ પ્રશ્નપત્ર” અને “આન્સર કી” ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને લલચાવવા માટે તેઓ મોટી રકમની માંગણી કરતા હતા. કેટલાક કેસમાં લાખો રૂપિયા એડવાન્સમાં વસૂલવામાં આવતા હતા. પરંતુ હકીકતમાં આ આરોપીઓ પાસે કોઈ અસલ પેપર નહોતું. તેઓ માત્ર જૂના પ્રશ્નપત્રો અથવા બોગસ ડેટા મોકલીને લોકોને ગેરમાર્ગે દોરતા હતા. આ રીતે તેઓ પરીક્ષાની ચિંતા અને સ્પર્ધાનો લાભ લઈને સતત ઠગાઈ કરતા રહ્યા.
સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ લોકેશન ટ્રેસ કરીને બંને આરોપીઓને રાજસ્થાનમાંથી પકડી લીધા છે.
રિફંડના નામે બીજો મોટો સ્કેમ: બિહારથી ધરપકડ
આ કેસમાં ત્રીજો આરોપી બિહારથી ઝડપાયો છે, જે અલગ મોડસ ઓપરેન્ડી સાથે વિદ્યાર્થીઓને ઠગતો હતો.તે વિદ્યાર્થીઓને “NEET ફી રિફંડ મળશે” એવો ખોટો સંદેશ મોકલતો અને ત્યારબાદ તેમની વ્યક્તિગત માહિતી મેળવી લેતો હતો. જેમ કે લોગિન આઈડી, પાસવર્ડ, બેંક એકાઉન્ટ વિગતો અને રજીસ્ટ્રેશન સંબંધિત માહિતી મેળવ્યા બાદ તે પરીક્ષાર્થીઓના ખાતામાં અનધિકૃત રીતે ફેરફાર કરતો હતો. ત્યારબાદ રિફંડની રકમ પોતાના અથવા પોતાના સાગરીતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ રીતે તેણે 80થી વધુ વિદ્યાર્થીઓના રિફંડના પૈસા ગેરકાયદે રીતે પોતાના ફાયદા માટે મેળવી લીધા હતા.
આખું સાયબર નેટવર્ક ખુલ્યું
વિદ્યાર્થીઓને રિફંડ ન મળતા ફરિયાદો નોંધાવા લાગી અને ત્યારબાદ સમગ્ર સાયબર રેકેટનો ભાંડો ફૂટ્યોઅમદાવાદ સાયબર ક્રાઇમ ટીમે સતત ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ટ્રાન્ઝેક્શન એનાલિસિસ કરીને આખી ગેંગને ટ્રેસ કરી. પોલીસે બિહારમાં દરોડા પાડી મુખ્ય આરોપીને દબોચી લીધો છે અને તેના તમામ બેંક ખાતા સીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ગેરકાયદે નેટવર્કમાં અન્ય રાજ્યોના લોકો પણ સામેલ છે કે નહીં.
વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ચેતવણી
સાયબર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ઘણીવાર ઉતાવળમાં આવીને આવા ફેક મેસેજ અને લિંક પર વિશ્વાસ કરી લે છેઆ કેસ ફરી એકવાર સાબિત કરે છે કે કોઈપણ “લીક પેપર” અથવા “રિફંડ ઓફર” જેવા દાવાઓ મોટાભાગે ઠગાઈ જ હોય છે.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
