મેટ્રોના નવા કોરિડોર નું ટેન્ડર જાહેર
GIFT City – શાહપુર કોરિડોર માટે ₹290 કરોડનો ટેન્ડર જાહેર
Ahmedabad, 10 April 2026: Gujarat Metro Rail Corporation (જીએમઆરસી) દ્વારા અમદાવાદ મેટ્રોના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.GIFT City થી શાહપુર સર્કલ સુધીના નવા એલિવેટેડ મેટ્રો કોરિડોરના નિર્માણ માટે ₹290.33 કરોડના ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ Ahmedabad Metro Rail Project Phase 2B હેઠળ અમલમાં મુકવામાં આવશે.https://www.gujaratmetrorail.com/
આ પ્રસ્તાવિત કામમાં 3.33 કિલોમીટર લાંબો એલિવેટેડ વાયડક્ટ તથા ત્રણ આધુનિક મેટ્રો સ્ટેશનોનું નિર્માણ સમાવેશ પામે છે. ટેન્ડર શરતો અનુસાર પસંદગી પામનાર કોન્ટ્રાક્ટરે આ કામગીરી 18 મહિનાની અંદર પૂર્ણ કરવાની રહેશે.
થોડા સમય પહેલાં જ Union Cabinet of India ની બેઠકમાં, વડાપ્રધાન Narendra Modi ના અધ્યક્ષપદ હેઠળ, આ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 2B માટે ₹1,017 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
GIFT City વિસ્તારનું હાલનું મેટ્રો સ્ટેશન મુખ્ય કાર્યક્ષેત્રથી દૂર હોવાને કારણે મુસાફરોને મુશ્કેલી પડતી હતી. નવા કોરિડોર દ્વારા GIFT City ના મુખ્ય હબ સાથે સીધી કનેક્ટિવિટી મળશે. આ સાથે Gujarat Biotechnology University તથા શાહપુર જેવા વિસ્તારોને પણ મેટ્રો નેટવર્ક સાથે જોડવામાં આવશે.
ટેન્ડરમાં સમાવિષ્ટ કામોમાં સ્ટેશન બિલ્ડિંગ, પ્લેટફોર્મ, પાર્કિંગ, ઈલેક્ટ્રિકલ અને મિકેનિકલ સુવિધાઓ, પાણી પુરવઠો, સ્વચ્છતા, ફાયર સેફ્ટી અને ટ્રાફિક ઇન્ટિગ્રેશન જેવા મહત્વપૂર્ણ ઘટકોનો સમાવેશ થાય છે. ઉપરાંત, પ્રોજેક્ટમાં BIM ટેક્નોલોજીનો ઉપયોગ ફરજિયાત બનાવાયો છે.
ટેન્ડર સબમિશનની છેલ્લી તારીખ 22 મે નક્કી કરવામાં આવી છે.
અમદાવાદ મેટ્રોના આ નવા વિસ્તરણથી શહેરની ટ્રાન્સપોર્ટ સુવિધાઓ વધુ મજબૂત બનશે અને GIFT City જેવા મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્રને સીધી મેટ્રો કનેક્ટિવિટી મળવાથી વિકાસને નવી દિશા મળશે.
