ગુજરાતમુખ્ય સમાચાર

ચોટીલા હાઈવે પર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Chotila , Surendranagar 17 April , 2026 : રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસે દારૂબંધીના અમલ માટે હાથ ધરેલી વિશેષ કાર્યવાહીમાં હાઈવે પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં અંદાજે રૂ. 1.29 કરોડનો દારૂ તથા ટ્રક સહિત કુલ રૂ. 1.46 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોટીલા હાઈવે વિસ્તારમાં નાકાબંધી અને વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી લેતા તેની અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આટલા મોટા પ્રમાણમાં દારૂની ખેપ ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ રેડ દરમિયાન સ્થળ પરથી શાહિદ સંધી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તેની મહત્વની વિગતો બહાર આવવાની શક્યતા છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય ચાર મુખ્ય આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ રેન્જમાં દારૂબંધીના કડક અમલ માટે આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ સતત સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ હાઈવે માર્ગે થતી ગેરકાયદેસર દારૂની હેરફેર પર કડક નજર રાખવામાં આવી રહી છે અને આવા તત્વો સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે.

આ સફળ ઓપરેશનને પોલીસ માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે, જ્યારે દારૂના કાળા કારોબારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

www.gujartupdates.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.