આસારામ આશ્રમએ કેટલી સરકારી જમીન દબાવી હતી ?
Ahmedabad 17 April , 2026 : અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી વિવાદિત જમીન મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગરવાલ અને ન્યાયાધીશ ડી.એન. રેની ડિવિઝન બેન્ચે આસારામ આશ્રમ ટ્રસ્ટની તમામ અપીલો ફગાવી દેતાં જમીન સરકારને સોંપવાનો માર્ગ મોકળો કર્યો છે.
દાયકાઓ પહેલાં ધાર્મિક હેતુ માટે આશ્રમને આશરે 33,980 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી. પરંતુ તપાસમાં ખુલ્યું કે આશ્રમે નિયમોનો ભંગ કરીને કબજો વધારીને 50,000 ચોરસ મીટરથી વધુ જમીન પર કબજો કર્યો હતો. સરકાર તરફથી રજૂ થયેલા પુરાવામાં GPS અને સેટેલાઇટ મેપિંગ દ્વારા પણ ગેરકાયદેસર વિસ્તરણ સાબિત થયું.
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકારી શરતોનો વારંવાર ભંગ કરનારને રાહત આપી શકાય નહીં. ગેરકાયદેસર કબજાને કાયદેસર બનાવી શકાય નહીં. વર્ષો જૂના કબજાની દલીલ માન્ય નથી. ડિવિઝન બેન્ચે અગાઉના સિંગલ જજના નિર્ણયને યથાવત રાખ્યો.
મોટેરા બનશે “સ્પોર્ટ્સ હબ” :આ જમીન હવે શહેરના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ વિસ્તાર નજીક આવેલ છે: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ , સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
સરકાર અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિકસાવવાની તૈયારીમાં છે, ખાસ કરીને કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ભવિષ્યના ઓલિમ્પિક આયોજનને ધ્યાનમાં રાખીને. હવે કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતા જમીનનો કબજો સરકાર પાસે જશે. બુલડોઝર કાર્યવાહીનો માર્ગ ખુલ્લો. મોટા સ્પોર્ટ્સ અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની શરૂઆત શક્ય.
www.gujaratupdates.com
