ગુજરાતનોકરીમુખ્ય સમાચાર

ગુજરાતમાં બમ્પર ભરતી

Gandhinagar Gujarat, 01 April, 2026: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના શૈક્ષણિક માળખાને મજબૂત બનાવવાના દ્રષ્ટિકોણ સાથે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના હજારો શિક્ષિત બેરોજગારો માટે આ સમાચાર મોટા ઉત્સાહ અને આશાએ ભરેલાં છે. ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને લાંબા સમયથી પડતર માંગણીઓને પૂર્ણ કરવા માટે સરકાર હવે પગલાં લેવા તૈયાર છે.

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5ના ગુજરાતી માધ્યમ માટે કુલ 11,000 વિદ્યાસહાયક (વર્ગ-૩) ની ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઇન અને પારદર્શક રીતે કરવામાં આવશે. રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર 15 એપ્રિલ, 2026 ના રોજ સવારે 12:00 વાગ્યાથી ફોર્મ ભરવાનું શરૂ કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 24 એપ્રિલ, 2026 બપોરે 3:00 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ dpegujarat.in વેબસાઇટ પર જઈને પોતાની વિગતો ભરવી પડશે.

TET-1 પાસ હોવું જરૂરી
આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે TET-1 પરીક્ષા પાસ કરેલી હોવી આવશ્યક છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પૂર્ણ કરવા માટે આ મોટી ભરતીનું આયોજન થયું છે. આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાવાર ખાલી જગ્યાઓ, અનામત બેઠકો અને મેરિટ યાદીની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે. ઉમેદવારોએ સલાહ આપવામાં આવી છે કે તે સમયમર્યાદા પહેલા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવે, જેથી અંતિમ દિવસમાં સર્વર અથવા ટેકનિકલ સમસ્યાઓનો સામનો ન કરવો પડે.

TAT (Higher Secondary) પરીક્ષા પણ જાહેર:
વિદ્યાસહાયકોની ભરતી ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા TAT (Higher Secondary) પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષા 12 એપ્રિલ, 2026ના રોજ યોજાવાની છે. ઉમેદવારો 1 એપ્રિલ, 2026 બપોરે 2:00 વાગ્યાથી OJAS અથવા SEB ની ઓફિશિયલ વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. કોલ લેટર 12 એપ્રિલ બપોરે 12:00 વાગ્યા સુધી ડાઉનલોડ કરવાનું રહેશે, જેની ખાસ નોંધ લેવા જણાવ્યું છે.

રાજ્ય સરકારની આ પહેલથી શિક્ષણની ગુણવત્તા સુધારવા તેમજ બેરોજગારી ઘટાડવામાં સહાય મળશે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo

આ પણ વાંચો :

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.