બિહાર હવે BJPના હાથમાં
બિહારમાં સત્તાનો મોટો ફેરફાર: Nitish Kumar બાદ હવે Samrat Chaudharyનો ઉદય
Patna , Bihar, 14 April, 2026 : બિહારની રાજનીતિમાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે. લાંબા સમયથી રાજ્યની રાજકીય દિશાને નક્કી કરનાર નીતિશ કુમાર( Nitish Kumar)એ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્યમાં પ્રથમવાર સીધું નેતૃત્વ સંભાળવા જઈ રહી છે. આ પરિવર્તન સાથે સમ્રાટ ચૌધરી( Samrat Chaudhary)ને બિહારના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે, અને તેઓ આવતીકાલે પાટણામાં શપથ લેશે. આ ઘટના માત્ર સત્તા પરિવર્તન નહીં પરંતુ બિહારની રાજકીય ગતિશીલતા અને સમીકરણોમાં એક મોટા ફેરફારનું પ્રતિબિંબ છે. અત્યાર સુધી BJP ગઠબંધનના ભાગીદાર તરીકે રહી હતી, પરંતુ હવે તે રાજ્યમાં મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહી છે.
નીતિશ કુમારનો રાજીનામો: એક યુગનો અંત
બિહારની રાજનીતિમાં નીતિશ કુમાર( Nitish Kumar)નું નામ લગભગ બે દાયકાથી વધુ સમય સુધી પ્રભુત્વ ધરાવતું રહ્યું છે. તેમની આગેવાનીમાં રાજ્યએ અનેક સામાજિક અને આધુનિક વિકાસના પ્રયાસો જોયા. પરંતુ તાજેતરના રાજકીય પરિબળો અને ગઠબંધનના આંતરિક ફેરફારોને કારણે તેમણે પોતાના પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો.રાજીનામું આપ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે નવી સરકાર રાજ્યનું કાર્ય સંભાળશે અને તેઓ સંપૂર્ણ સહયોગ આપશે. આ નિવેદન રાજકીય પરિપક્વતા અને પરિવર્તનને સ્વીકારવાની ભાવનાને દર્શાવે છે.
સમ્રાટ ચૌધરી( Samrat Chaudhary)નો ઉદય
સમ્રાટ ચૌધરી( Samrat Chaudhary)નું મુખ્યમંત્રી પદ સુધી પહોંચવું BJP માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનું છે. તેઓ એક પ્રભાવશાળી OBC નેતા તરીકે જાણીતા છે અને હાલ ઉપ મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ BJP બિહારમાં પોતાની સામાજિક અને રાજકીય પકડ વધુ મજબૂત બનાવવા માગે છે. પાર્ટી દ્વારા તેમને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા બાદ હવે તેમની મુખ્યમંત્રી તરીકેની નિમણૂંક લગભગ નક્કી થઈ ગઈ છે. આ નિર્ણય કેન્દ્રના નેતૃત્વની સહમતિથી લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યના રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
NDA ગઠબંધન અને સીટ સમીકરણ
બિહાર વિધાનસભામાં કુલ 243 સીટ છે, જેમાં NDA ગઠબંધન પાસે મજબૂત બહુમતી છે. આ ગઠબંધનમાં વિવિધ પક્ષોનો સમાવેશ થાય છે: NDA ની 201 સીટ છે જેમાં BJP (88), JD(U) (85) , LJP(RV) (19), HAM(S) (5) અને RLM (4) ની સીટ શામેલ છે.
કુલ મળીને NDA પાસે 201 સીટ છે, જે સ્પષ્ટ બહુમતી દર્શાવે છે. આ સંખ્યાબળ BJPને સત્તા સંભાળવામાં મજબૂતી આપે છે, પરંતુ સાથે સાથે ગઠબંધનના સાથીદારોને સંતુલિત રાખવાની જવાબદારી પણ આપે છે.
સત્તા સમીકરણમાં ફેરફાર
અત્યાર સુધી JD(U) ગઠબંધનમાં મુખ્ય ભૂમિકા ભજવતું હતું, પરંતુ હવે BJPનું પ્રભુત્વ સ્પષ્ટ રીતે વધી ગયું છે. સમ્રાટ ચૌધરી (Samrat Chaudhary) ના નેતૃત્વ હેઠળ BJP સીધું રાજ્યનું શાસન સંભાળશે, જ્યારે JD(U) અને અન્ય સાથી પક્ષો સરકારમાં ભાગીદાર તરીકે રહેશે.
આ ફેરફાર આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. BJP હવે બિહારમાં પોતાનું સ્વતંત્ર રાજકીય આધાર મજબૂત બનાવવા માગે છે.BJP દ્વારા સમ્રાટ ચૌધરી( Samrat Chaudhary)ને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય માત્ર નેતૃત્વ પરિવર્તન નથી, પરંતુ એક લાંબા ગાળાની વ્યૂહરચનાનો ભાગ છે. OBC સમુદાયમાં તેમની લોકપ્રિયતા BJPને સામાજિક સમીકરણમાં ફાયદો પહોંચાડશે.
શપથગ્રહણ સમારોહની તૈયારીઓ
15 એપ્રિલે 2026 પટનાના લોકભવનમાં શપથગ્રહણ સમારોહ યોજાવાનો છે. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi)ની હાજરીની સંભાવના છે, જે આ ઘટનાને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.સમારોહ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રાજકીય ચર્ચાઓ અને આંતરિક મીટિંગ્સ
સમ્રાટ ચૌધરી( Samrat Chaudhary)ની પસંદગી પહેલા NDAના નેતાઓ વચ્ચે અનેક મીટિંગ્સ યોજાઈ હતી. જેમાં સંજય ઝા, લલન સિંહ, જમા ખાન અને બિજેન્દ્ર યાદવ જેવા નેતાઓએ નીતિશ કુમાર( Nitish Kumar) સાથે ચર્ચા કરી હતી.આ મીટિંગ્સમાં રાજ્યમાં નવી સરકાર રચવાના મુદ્દા પર ચર્ચા થઈ હતી અને અંતે BJPના નેતૃત્વને મંજૂરી આપવામાં આવી.
