બિહાર ના સમ્રાટ ચૌધરી : નવા CM
Patna, Bihar, 15 April,2026: બિહારના રાજકારણમાં એક ઐતિહાસિક પળ સર્જાઈ છે. સમ્રાટ ચૌધરી(Samrat Choudhary) એ મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની કમાન સંભાળી છે. લગભગ 75 વર્ષ પછી પહેલીવાર બિહારમાં ભાજપનો મુખ્યમંત્રી બન્યો છે. Nitish Kumarના કાર્યકાળ બાદ સમ્રાટ ચૌધરીએ આ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી છે. તેઓ બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે નોંધાયા છે.
રાજકારણમાં પ્રવેશ અને પ્રારંભિક સફર
સમ્રાટ ચૌધરીએ 1990માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને શરૂઆત Rashtriya Janata Dal (RJD) સાથે કરી. 1999માં તેઓ Rabri Deviની સરકારમાં કૃષિ મંત્રી બન્યા, પરંતુ ઉંમર સંબંધિત વિવાદને કારણે તેમને પદ છોડવું પડ્યું. 2000 અને 2010માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને 2010માં વિરોધ પક્ષના મુખ્ય દંડક બન્યા.
JDU થી BJP સુધીનો સફર
2014માં તેઓ Janata Dal (United) (JDU)માં જોડાયા અને Jitan Ram Manjhiની સરકારમાં શહેરી વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી રહ્યા.2017-18 દરમિયાન તેમણે ભાજપમાં પ્રવેશ કર્યો અને ઝડપથી પક્ષમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું. તેઓ બિહાર ભાજપના ઉપપ્રમુખ અને પછી પ્રદેશ પ્રમુખ બન્યા.
ભાજપમાં ઉદય અને મહત્વપૂર્ણ ભૂમિકાઓ
સમ્રાટ ચૌધરીએ 2020માં વિધાન પરિષદમાં સ્થાન મેળવ્યું અને 2021-22 દરમિયાન પંચાયતી રાજ મંત્રી તરીકે સેવા આપી.ઓગસ્ટ 2022થી ઓગસ્ટ 2023 સુધી તેઓ વિરોધ પક્ષના નેતા રહ્યા. માર્ચ 2023થી જુલાઈ 2024 દરમિયાન તેઓ બિહાર ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા. આ સમય દરમિયાન તેમણે એક અનોખી પ્રતિજ્ઞા લીધી—ભાજપ સત્તામાં ન આવે ત્યાં સુધી પાઘડી ન ઉતારવાની.
નાયબ મુખ્યમંત્રીથી મુખ્યમંત્રી સુધી
જાન્યુઆરી 2024માં તેઓ ભાજપ વિધાનસભા પક્ષના નેતા બન્યા અને બાદમાં નાયબ મુખ્યમંત્રી તરીકે નાણાં, આરોગ્ય અને શહેરી વિકાસ જેવા મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા. 2025ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે તારાપુર બેઠક પરથી જંગી જીત મેળવી અને તેમની રાજકીય પકડ વધુ મજબૂત બનાવી.
પરિવાર અને વ્યક્તિગત જીવન
સમ્રાટ ચૌધરીનો જન્મ 16 નવેમ્બર, 1968ના રોજ બિહારના મુંગેર જિલ્લામાં થયો હતો. તેઓ કોઈરી (કુશવાહ) સમુદાયથી આવે છે. તેમના પિતા Shakuni Choudhary ઘણા વર્ષો સુધી ધારાસભ્ય અને સાંસદ રહ્યા છે, જ્યારે તેમની માતા પાર્વતી દેવી પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે.તેમની પત્ની મમતા કુમારી વ્યવસાયે વકીલ છે અને તેમને બે સંતાનો છે.
શિક્ષણ પર વિવાદ
તેમના શિક્ષણ અંગે પણ ચર્ચા રહી છે. એક તરફ તેઓ Madurai Kamaraj Universityમાંથી ડી.લિટ. ડિગ્રી ધરાવતા હોવાનું કહે છે, તો બીજી તરફ 2010ના સોગંદનામામાં તેમણે માત્ર 7મા ધોરણ સુધી ભણેલા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ મુદ્દે રાજકીય વ્યૂહકાર Prashant Kishorએ પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
www.gujaratupdates.com
