ભારતમુખ્ય સમાચાર

ગુજરાત સહિત 21 રાજ્યોમાં કેરોસીન સપ્લાય ફરી શરૂ

New Delhi / Ahmedabad 30 March 2026: વૈશ્વિક ઊર્જા સંકટની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે સામાન્ય જનતાને રાહત આપવા માટે મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. Ministry of Petroleum and Natural Gas દ્વારા 29 માર્ચ, 2026ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ હવે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) તેમજ સરકારી તેલ કંપનીઓના પસંદગીના પેટ્રોલ પંપ મારફતે કેરોસીન (Superior Kerosene Oil – SKO)નું વિતરણ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વૈશ્વિક સ્તરે ઊર્જા સપ્લાય ચેઈન પર ગંભીર અસર પડી રહી છે અને દેશભરમાં LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ)ની અછત સર્જાઈ છે.

હવે PDS અને પેટ્રોલ પંપ પરથી મળશે કેરોસીન
સરકારના નવા નિર્ણય મુજબ હવે કેરોસીનનું વિતરણ બે મુખ્ય માધ્યમો દ્વારા કરવામાં આવશે:

  • પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (રેશનિંગ દુકાનો)
  • સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓના પસંદગીના પેટ્રોલ પંપ

દરેક જિલ્લામાં વધુમાં વધુ બે પેટ્રોલ પંપને આ માટે પસંદ કરવામાં આવશે, ખાસ કરીને Company Owned Company Operated (COCO) આઉટલેટ્સને પ્રાથમિકતા આપવામાં આવશે.દરેક પેટ્રોલ પંપ પર મહત્તમ 5,000 લિટર કેરોસીન સ્ટોર કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેથી સપ્લાયનું નિયંત્રણ જળવાઈ રહે અને વિતરણ વ્યવસ્થિત રીતે થઈ શકે.

21 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાભ
આ યોજના હેઠળ ગુજરાત સહિત કુલ 21 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેરોસીનની તાત્કાલિક ફાળવણી કરવામાં આવી છે. નોંધનીય છે કે આમાંથી ઘણા વિસ્તારોને અગાઉ “PDS SKO-free” જાહેર કરવામાં આવ્યા હતા, એટલે કે ત્યાં કેરોસીનનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હાલની આપાતકાળીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારએ આ વિસ્તારોમાં ફરીથી કેરોસીન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.

નિયમોમાં છૂટછાટથી ઝડપી વિતરણ
વિતરણ પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવા માટે સરકારે Petroleum Rules, 2002 હેઠળ કેટલીક મહત્વપૂર્ણ છૂટછાટો આપી છે:

  • કેરોસીન ડીલરોને કેટલીક લાયસન્સિંગ પ્રક્રિયાથી મુક્તિ
  • ટેન્કર દ્વારા પરિવહન માટે સરળ નિયમો
  • પેટ્રોલ પંપ પર અનલોડિંગ માટે જરૂરી લાયસન્સમાંથી છૂટછાટ
  • સ્ટોરેજ અને વિતરણ માટે સરળ પ્રક્રિયા

આ તમામ છૂટછાટોનો મુખ્ય હેતુ એ છે કે કેરોસીન ઝડપથી અને વિલંબ વિના લોકો સુધી પહોંચી શકે.

કડક શરતો સાથે વિતરણ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવસ્થા સંપૂર્ણપણે નિયંત્રિત રહેશે અને કેટલીક કડક શરતો લાગુ પડશે:

  • કેરોસીનનો ઉપયોગ માત્ર રસોઈ અને લાઇટિંગ માટે જ કરવામાં આવશે
  • અન્ય ઉદ્યોગો અથવા વ્યાપારી ઉપયોગ માટે મંજૂરી નહીં હોય
  • દરેક પેટ્રોલ પંપ પર સ્ટોક મર્યાદા 5,000 લિટર રહેશે
  • તમામ સલામતી નિયમોનું કડક પાલન ફરજિયાત રહેશે
  • સ્ટોક, પરિવહન અને વિતરણનો સંપૂર્ણ રેકોર્ડ રાખવો જરૂરી રહેશે

આ નિયમોનો હેતુ છે કે કોઈપણ પ્રકારની ગેરરીતિ અથવા કાળા બજારને રોકી શકાય.

માત્ર 60 દિવસ માટે અમલ
આ સમગ્ર વ્યવસ્થા તાત્કાલિક અસરથી અમલમાં આવી છે, પરંતુ તે કાયમી નથી. સરકારના નોટિફિકેશન મુજબ આ યોજના 60 દિવસ સુધી અથવા આગળની સૂચના સુધી જ લાગુ રહેશે.પરિસ્થિતિ સામાન્ય બન્યા પછી આ વ્યવસ્થાને બંધ કરવામાં આવી શકે છે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.