કુદરતગુજરાતમુખ્ય સમાચાર

ગરમી વચ્ચે વરસાદની એન્ટ્રી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રહાર: રાજ્યમાં 48 કલાક ભારે હવામાન બદલાવ

Ahmedabad, 03 April, 2026: સામાન્ય રીતે એપ્રિલ મહિનો ગરમી માટે ઓળખાય છે, પરંતુ આ વર્ષે ગુજરાતમાં હવામાનનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં અષાઢ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અ નેસાયક્લોનિક સર્ક્યુલેશન જેવી અલગ-અલગ હવામાન પ્રણાલીઓ સક્રિય થતા આગામી 48 કલાક દરમિયાન ગુજરાતમાં ગાજવીજ, પવન અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ, આ વરસાદી સિસ્ટમના કારણે તાપમાનમાં 2થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. જેના કારણે લોકો ગરમીથી રાહત અનુભવશે. પરંતુ નિષ્ણાતોના મતે, આ પરિસ્થિતિના કારણે 2026ના ઉનાળાની શરૂઆત થોડું મોડું થઈ શકે છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 3 અને 4 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ પડશે. આ પરિસ્થિતિના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીથી થોડો રાહત મળશે, પરંતુ સાથે સાથે ખેડૂતો માટે ચિંતા પણ ઊભી થઈ છે.

આજે ક્યાં પડશે વરસાદ?
આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો થી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે પવનની ઝડપ 30થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આવતીકાલની આગાહી (4 એપ્રિલ)
4 એપ્રિલે વરસાદની તીવ્રતા વધુ વિસ્તારોમાં જોવા મળશે. અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.

મદાવાદમાં હવામાન કેવું રહેશે?
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન આશરે 36થી 37 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે, જ્યારે લઘુતમ તાપમાન 26થી 27 ડિગ્રી આસપાસ રહી શકે છે. શહેરમાં આકાશ આંશિક વાદળછાયું રહેશે અને કેટલાક વિસ્તારોમાં છૂટક ઝાપટાં પડી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ એક પ્રકારની હવામાન પ્રણાલી છે, જે ભૂમધ્ય સમુદ્ર અથવા કેસ્પિયન સમુદ્ર વિસ્તારથી ઉત્પન્ન થાય છે. આ પ્રણાલી ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધે છે અને ત્યાં ઠંડી હવામાં ભેજ ભળવાથી વરસાદ, બરફવર્ષા અને વાવાઝોડા સર્જાય છે. હાલમાં ઈરાન અને અફઘાનિસ્તાન આસપાસ આ પ્રણાલી સક્રિય થતા તેનો પ્રભાવ ગુજરાત સુધી પહોંચ્યો છે.

દેશભરમાં હવામાનનો પ્રભાવ
ગુજરાત સિવાય દેશના અનેક રાજ્યોમાં પણ આ સિસ્ટમનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યો જેમ કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી પણ આપવામાં આવી છે.મધ્ય ભારતના મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 6 એપ્રિલ સુધી ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહી શકે છે. પૂર્વ ભારતના બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ પવન સાથે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટક, તેલંગાણા અને તમિલનાડુમાં હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની આગાહી છે.

હવામાનનું ‘પીક’ સમયગાળું
3 થી 5 એપ્રિલ વચ્ચે હવામાન સૌથી વધુ અસરકારક રહેશે. આ સમયગાળામાં ગાજવીજ, પવન અને વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે. ત્યારબાદ હવામાન ધીમે ધીમે સામાન્ય થવાની સંભાવના છે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.