ગુજરાતમુખ્ય સમાચાર

સુરતમાં ઝેરયુક્ત પ્રસાદ કાંડ

Surat 13 April, 2026: સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત રહેણાક સોસાયટી ‘શાલીગ્રામ હાઇટ્સ’માં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર શહેરમાં ભય અને ચિંતાનું માહોલ ઉભું કરી દીધું છે. ગોરધનભાઈ ડોંડા અને તેમના પરિવારને નિશાન બનાવી ઝેરયુક્ત પ્રસાદ આપવાનો પ્રયાસ કરાયો હોવાનો પ્રાથમિક અંદાજ છે.

મળતી માહિતી મુજબ, ગોરધનભાઈ બપોરના સમયે ઘરે પરત ફર્યા ત્યારે તેમના ઘરનાં મુખ્ય દરવાજા પર એક થેલી લટકતી જોવા મળી હતી. ધાર્મિક પ્રસંગોમાં પ્રસાદ વહેંચવાની પરંપરાને ધ્યાનમાં રાખીને તેમણે કોઈ શંકા કર્યા વિના તે થેલી અંદર લઈ ગયા. થેલીમાં રહેલા બુંદીના લાડુ પરિવાર સાથે વહેંચીને ખાધા બાદ થોડા જ સમયમાં ગોરધનભાઈ, તેમની પત્ની અને પુત્રવધૂને ચક્કર, ઉલટી અને બેચેની જેવી તકલીફો શરૂ થઈ. પરિસ્થિતિ ગંભીર બનતાં ત્રણેયને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તબીબોએ પ્રાથમિક તપાસમાં જ આ મામલો સામાન્ય ફૂડ પોઈઝનિંગથી વધુ ગંભીર હોવાનું જણાવી, બચેલા લાડુના નમૂનાઓ તપાસ માટે મંગાવ્યા. તપાસ દરમિયાન લાડુમાંથી ઝેરી ગોળીઓ મળી આવતાં તબીબી સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો. જાણવા મળ્યું છે કે આ ગોળીઓ સામાન્ય રીતે અનાજને જંતુઓથી બચાવવા માટે વપરાતી હોય છે, પરંતુ માનવ માટે અત્યંત ઘાતક છે.

હાલ ગોરધનભાઈની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે અન્ય બે સભ્યોની હાલત સ્થિર છે.

ઘટનાની ગંભીરતા જોતા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. સોસાયટીના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પાંચ શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ નોંધાઈ છે. પોલીસે આ તમામ વ્યક્તિઓની ઓળખ મેળવી પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે આ કૃત્ય કોઈ અજાણ્યા વ્યક્તિનું નહીં પરંતુ પરિવારને ઓળખતી વ્યક્તિનું હોઈ શકે. પ્રસાદ મૂકવાનો સમય, સ્થળ અને રીત પરથી લાગે છે કે આરોપીને પરિવારની દૈનિક પ્રવૃત્તિઓ વિશે ચોક્કસ જાણકારી હતી.

www.gujaratupdates.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.