જાણો સંપૂર્ણ સમયપત્રક, બોર્ડ પરીક્ષાની તારીખ
દિવાળી વેકેશનથી લઈ બોર્ડ પરીક્ષા સુધી—બધી તારીખો જાહેર!
Ahmedabad 03 May 2026 Gujarat Updates Team: Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા 2026–27 માટેનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડર વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ માટે માર્ગદર્શક સાબિત થશે, જેમાં અભ્યાસ, પરીક્ષા અને રજાઓનું સંપૂર્ણ આયોજન આપવામાં આવ્યું છે.
શૈક્ષણિક વર્ષની શરૂઆત અને સત્ર રચના
નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ 8 જૂન, 2026 થી થશે. પ્રથમ સત્ર(120 દિવસ) 8 જૂન થી 4 નવેમ્બર , દિવાળી વેકેશન (21 દિવસ) 5 નવેમ્બર થી 25 નવેમ્બર અને બીજું સત્ર ((124 દિવસ) 26 નવેમ્બર થી 2 મે સુધીનું રહેશે . કુલ મળીને વર્ષમાં 244 શૈક્ષણિક દિવસો રહેશે.
રજાઓનો સંપૂર્ણ પ્લાન
વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે આરામ પણ મળે તે માટે યોગ્ય બ્રેક રાખવામાં આવ્યા છે: ઉનાળુ વેકેશન (35 દિવસ) 3 મે થી 6 જૂન , દિવાળી વેકેશન: 21 દિવસ અને જાહેર + સ્થાનિક રજાઓ 24 દિવસ રહેશે. કુલ મળી આશરે 80 દિવસની રજાઓ (રવિવાર સિવાય) મળશે.
બોર્ડ પરીક્ષાની મહત્વપૂર્ણ તારીખો
ધોરણ 10 અને 12 માટેની બોર્ડ પરીક્ષાની શરૂઆત 25 ફેબ્રુઆરી, 2027 અને અંત 17 માર્ચ, 2027. આ તારીખો વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તૈયારી માટે સમયસર આયોજન જરૂરી છે.
અન્ય મહત્વની પરીક્ષાઓ
વિદ્યાર્થીઓ માટે આખા વર્ષમાં અનેક આંતરિક અને પ્રાથમિક પરીક્ષાઓનું આયોજન કરવમાં આવેલ છે.
- પ્રથમ ટેસ્ટ (ધોરણ 9-12): 22 ઓક્ટોબર – 2 નવેમ્બર
- પ્રિલિમ પરીક્ષા (10-12): 18 જાન્યુઆરી – 28 જાન્યુઆરી
- પ્રખરતા શોધ ટેસ્ટ: 30 જાન્યુઆરી
- પ્રેક્ટિકલ (12 વિજ્ઞાન): 5 – 13 ફેબ્રુઆરી
- સ્કૂલ લેવલ બોર્ડ વિષય પરીક્ષા: 1 – 3 ફેબ્રુઆરી
- વાર્ષિક પરીક્ષા (ધોરણ 9-11): 5 એપ્રિલ – 20 એપ્રિલ
વધુ માહિતી અને પુષ્ટિ કરવા માટે ગુજરાત બોર્ડ ની વેબ સાઈટ https://www.gseb.org/ ની મુલાકાત લો.
ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલ આ શૈક્ષણિક કેલેન્ડર વિદ્યાર્થીઓ માટે એક સ્પષ્ટ રોડમૅપ છે. યોગ્ય સમય આયોજનથી વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
અમારા Facebook પેજને ફોલો કરો: Click karo
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
