પ્રચારનો અંતિમ દિવસ
Ahmedabad 24 April, 2026 Gujarat Updates Team: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે આજે પ્રચારનો અંતિમ દિવસ પૂર્ણ થયો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાંથી રાજ્યભરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જે આજે સાંજ સુધી તીવ્ર રહ્યો. હવે મતદારોના હાથમાં સત્તા સોંપાઈ ગઈ છે અને 26 એપ્રિલે મતદાન થવાનું છે. 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે પરિણામો આ બે દિવસ ગુજરાતની રાજકીય દિશા નક્કી કરશે.
બેઠકો અને ચૂંટણીનો વ્યાપ
આ વખતે ગુજરાતમાં કુલ અંદાજે 10,005 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. તેમાંમાંથી 9,297 બેઠકો પર મતદાન થશે, જ્યારે બાકીની બેઠકો નિર્વિરોધ જાહેર થઈ ચૂકી છે. આ ચૂંટણીમાં સમાવેશ થાય છે:
* 15 મહાનગર પાલિકા
* 84 નગરપાલિકા
* 34 જિલ્લા પંચાયત
* 260 તાલુકા પંચાયત
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોથી લઈને નાના ગામડાં સુધી લોકશાહી પ્રક્રિયા વિસ્તરેલી છે.
ઉમેદવારોની સંખ્યા
આ ચૂંટણીમાં શરૂઆતમાં 32,000થી વધુ ઉમેદવારી ફોર્મ્સ ભરાયા હતા, જે પછી પાછા ખેંચવાના તબક્કા બાદ આશરે 25,500થી વધુ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આંકડો દર્શાવે છે કે સ્થાનિક સ્તરે રાજકારણ પ્રત્યે લોકોમાં ઉત્સાહ અને સ્પર્ધા બંને નોંધપાત્ર છે.
નિર્વિરોધ બેઠકો: એક વિચારણિય પાસું
આ ચૂંટણીનું સૌથી નોંધપાત્ર પાસું એ છે કે આશરે 700થી વધુ બેઠકો નિર્વિરોધ જાહેર થઈ છે.
રાજકીય મહત્વ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રાજ્યની રાજનીતિ માટે પાયો સમાન છે. અહીં મળતી જીત-હાર પક્ષોની જમીનસ્તરની પકડ દર્શાવે છે. ભવિષ્યની વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે દિશા નક્કી કરે છે. વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં લાવે છે
પ્રચારના અંત સાથે હવે મતદારો નિર્ણય લેશે.9,000થી વધુ બેઠકો માટેનો મુકાબલો, 25,000થી વધુ ઉમેદવારો, અને સૈંકડો નિર્વિરોધ બેઠકો—આ બધું મળીને ગુજરાતની લોકશાહીની જીવંત તસ્વીર રજૂ કરે છે. 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે પરિણામો આ બે દિવસ ગુજરાતની રાજકીય દિશા નક્કી કરશે.
www.gujaratupdates.com
