મુખ્ય સમાચારભારતરાજનીતિરાષ્ટ્રીય

શુભેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી

અમિત શાહની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક પૂર્ણ, બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે આવતીકાલની ભવ્ય શપથવિધિની તૈયારીઓ તેજ

08 May 2026 Gujarat Updates Team: પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ઐતિહાસિક ફેરફાર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં પોતાની પ્રથમ સરકાર રચવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. 15 વર્ષ સુધી સત્તામાં રહેલી તૃણમૂલ કોંગ્રેસને પરાજય આપ્યા બાદ ભાજપે હવે નવા નેતૃત્વની સત્તાવાર જાહેરાત કરી છે. કોલકાતામાં યોજાયેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં શુભેન્દુ અધિકારીને સર્વસંમતિથી નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વિશેષ રીતે હાજર રહ્યા હતા.

શુભેન્દુ અધિકારી 9 મેના રોજ પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 11 વાગ્યે ભવ્ય શપથવિધિ સમારોહ યોજાશે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત એનડીએ શાસિત રાજ્યોના અનેક મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે. ગુગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને Dy CM હર્ષ સંઘવી હાજરી આપશે તેવું જાણવા મળેલ છે.

ભાજપ માટે આ જીત માત્ર રાજકીય વિજય નથી, પરંતુ બંગાળમાં નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે. રાજ્યમાં વિકાસ, કાયદો-વ્યવસ્થા અને કેન્દ્રની વિવિધ યોજનાઓના ઝડપી અમલીકરણ પર હવે સૌની નજર રહેશે. રાજકીય વિશ્લેષકોના મતે શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ બંગાળની રાજનીતિમાં મોટો પરિવર્તન જોવા મળી શકે છે.

વાંચો કોણ છે શુભેન્દુ અધિકારી ?

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
અમારા Facebook પેજને ફોલો કરો: Click karo

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.