મુખ્ય સમાચારઅર્થતંત્રગુજરાતબિઝનેસ

ગુજરાત: નવું એવિએશન ફાઇનાન્સ હબ

અકાસા એરનો GIFT Cityમાં મોટો દાવ, વિમાન લીઝિંગ અને ફાઇનાન્સિંગ માટે નવી કંપની સ્થાપી

08 May 2026 Gujarat Updates Team: ભારતમાં ઝડપી ગતિએ વિકાસ કરતી એરલાઈન Akasa Air એ હવે પોતાના વિસ્તરણ માટે ગુજરાતના GIFT City માં નવી લીઝિંગ અને એરક્રાફ્ટ ફાઇનાન્સિંગ કંપની શરૂ કરી છે. કંપનીએ ‘Akasa Air Leasing IFSC Private Limited (AALI)’ નામથી નવી એકમ સ્થાપી છે, જે આગામી સમયમાં એરલાઈનના વિમાન ખરીદી અને ફાઇનાન્સિંગ મોડેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

એરલાઈન ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહેલી Akasa Air માટે આ નિર્ણય માત્ર નાણાકીય વ્યૂહરચનાનો ભાગ નથી, પરંતુ ભારતને વૈશ્વિક એવિએશન ફાઇનાન્સિંગ સેન્ટર બનાવવાના દિશામાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

Akasa Air કંપનીના જણાવ્યા મુજબ GIFT Cityમાં શરૂ કરાયેલ AALI ઓફિસ દ્વારા અકાસા એર પોતાના વિમાનો માટે વધુ અસરકારક ફાઇનાન્સિંગ, ખર્ચમાં ઘટાડો અને આંતરરાષ્ટ્રીય મૂડીબજારોમાંથી ફંડ એકત્રિત કરવાની ક્ષમતા વધારશે.

હાલમાં Akasa Airર પાસે 38 Boeing 737 MAX વિમાનોનો કાફલો છે, જ્યારે કંપનીએ કુલ 226 વિમાનો માટે ઓર્ડર આપ્યો છે. આગામી વર્ષોમાં આ વિશાળ ફ્લીટ એક્સપાન્શન માટે મજબૂત ફાઇનાન્સિંગ માળખું જરૂરી બનતું હતું. હવે GIFT Cityની IFSC સુવિધાઓનો લાભ લઈ અકાસા એર તેના મોટાભાગના વિમાનોનું ફાઇનાન્સિંગ ભારતમાંથી જ કરવાની યોજના ધરાવે છે.

GIFT Cityછેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ માટે ઝડપથી વિકસતું કેન્દ્ર બની રહ્યું છે. સરકાર અને International Financial Services Centres Authority દ્વારા અનેક નીતિગત છૂટછાટ અને કર લાભો આપવામાં આવતા વિમાન લીઝિંગ કંપનીઓ અહીં આકર્ષાઈ રહી છે.

Akasa Airની Chief of Governance & Strategic Acquisitions પ્રિયા મહેરાએ જણાવ્યું હતું કે GIFT Cityમાં સ્થાપિત નવી એકમ કંપનીના આગામી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. તેમના કહેવા મુજબ આ પહેલથી આંતરરાષ્ટ્રીય લીઝિંગ ભાગીદારો સાથે લાંબા ગાળાના સંબંધ મજબૂત બનશે અને કંપનીને વૈશ્વિક મૂડી સુધી ઝડપી ઍક્સેસ મળશે.

તેમણે વધુમાં કહ્યું કે ભારત સરકાર દ્વારા GIFT City માટે ઊભું કરાયેલ સશક્ત ઇકોસિસ્ટમ હવે એવિએશન ક્ષેત્રને નવી દિશા આપી રહ્યું છે અને Akasa Air આ પરિવર્તનનો સક્રિય ભાગ બનવા ઇચ્છે છે.

વિશેષજ્ઞોના મતે ભારતનું એવિએશન માર્કેટ વિશ્વમાં સૌથી ઝડપી વૃદ્ધિ પામતા બજારોમાંનું એક છે. મુસાફરોની વધતી સંખ્યા અને નવા રૂટ્સને ધ્યાનમાં રાખીને એરલાઈન્સ સતત નવા વિમાનો ખરીદી રહી છે. આવા સમયમાં એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ ક્ષેત્રમાં દેશની અંદર જ સક્ષમ વ્યવસ્થા ઉભી થવી ખૂબ જરૂરી છે.

અત્યાર સુધી ભારતીય એરલાઈન્સ મોટાભાગે આયર્લેન્ડ, સિંગાપોર અથવા દુબઈ જેવી આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ હબ પરથી લીઝિંગ સેવાઓ લેતી હતી. પરંતુ હવે GIFT Cityના વિકાસ સાથે ભારતમાં જ વૈશ્વિક સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે.

અકાસા એર પહેલાં પણ Air India અને IndiGo જેવી મોટી એરલાઈન્સ GIFT Cityમાં પોતાની લીઝિંગ એકમો સ્થાપી ચૂકી છે. જેના કારણે ગુજરાત ધીમે ધીમે એવિએશન ફાઇનાન્સિંગ માટે દેશનું કેન્દ્ર બની રહ્યું છે.

GIFT IFSCમાં હાલમાં 400થી વધુ એવિએશન અને શિપિંગ એસેટ્સ લીઝ હેઠળ છે. આ આંકડો બતાવે છે કે ભારતમાં આ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોકાણની સંભાવનાઓ ઊભી થઈ રહી છે.

અકાસા એર માટે આ પગલું ખાસ મહત્વનું છે કારણ કે કંપની આગામી કેટલાક વર્ષોમાં આંતરિક અને આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર ઝડપથી વિસ્તરણ કરવાની યોજના પર કામ કરી રહી છે. ઓછા ખર્ચવાળી એરલાઈન તરીકે ઓળખાતી અકાસા હવે પોતાના ઓપરેશનલ ખર્ચ ઘટાડીને લાંબા ગાળે સ્પર્ધાત્મક સ્થિતિ મજબૂત બનાવવા માંગે છે.

નિષ્ણાતોનું માનવું છે કે GIFT Cityમાં આવી રહેલી નવી લીઝિંગ કંપનીઓના કારણે ભારતમાં ડોલર આધારિત ફાઇનાન્સિંગ, ટેક્સ લાભો અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોની ભાગીદારી વધશે. સાથે જ સ્થાનિક રોજગાર અને નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં પણ વિકાસને વેગ મળશે.

આ સમગ્ર ઘટનાક્રમ ગુજરાત માટે પણ ગૌરવની બાબત છે. GIFT Cityહવે માત્ર બેન્કિંગ કે ફિનટેક સુધી મર્યાદિત નથી રહ્યું, પરંતુ એવિએશન ફાઇનાન્સિંગ, ગ્લોબલ કેપિટલ માર્કેટ્સ અને એરક્રાફ્ટ લીઝિંગ માટે પણ વૈશ્વિક ઓળખ ઉભી કરી રહ્યું છે.

ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો ભવ્ય પ્રારંભ

ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય, International Financial Services Centres Authority (IFSCA) અને FICCIના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સમિટનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patel દ્વારા કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી Kinjarapu Ram Mohan Naiduની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમિટમાં દેશ-વિદેશના એવિએશન ઉદ્યોગના અગ્રણી પ્રતિનિધિઓ, પોલિસી મેકર્સ, બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતો અને રોકાણકારોએ ભાગ લીધો હતો.

સમિટ દરમિયાન ભારતના એવિએશન અને એરક્રાફ્ટ લિઝિંગ ક્ષેત્રમાં નવા રોકાણો અને ભાગીદારીને વેગ આપવા માટે અનેક મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં Air India , IndiGo , Akasa Air , Star Air , Bank of India અને FICCI સહિતના અગ્રણીઓ સામેલ રહ્યા હતા.

આ પ્રસંગે FICCI દ્વારા તૈયાર કરાયેલા વિશેષ નોલેજ રિપોર્ટનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના એરક્રાફ્ટ લિઝિંગ અને એવિએશન ફાઈનાન્સ ક્ષેત્રના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ દિશા દર્શાવવામાં આવી છે.

ભારતીય એવિએશન ક્ષેત્ર આગામી દાયકામાં વિશ્વના સૌથી મોટા બજારોમાં સ્થાન મેળવવાની તૈયારીમાં છે. એવા સમયમાં Akasa Air જેવી નવી પેઢીની એરલાઈન્સ દ્વારા GIFT Cityમાં કરાયેલા રોકાણો ભારતને વૈશ્વિક એવિએશન હબ બનાવવાના સપનાને વધુ મજબૂત બનાવે છે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
અમારા Facebook પેજને ફોલો કરો: Click karo

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.