Iran War : સીઝફાયર : ઈરાનના 10 મુદ્દા
Ahmedabad, 08 April , 2026: Gujarat Updates Team: વિશ્વ રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે થોડો શાંત માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા બે અઠવાડિયાના સીઝફાયરે પશ્ચિમ એશિયા સહિત સમગ્ર વિશ્વને એક તાત્કાલિક રાહત આપી છે. ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે વધતા યુદ્ધના ખતરા વચ્ચે આ નિર્ણયને “મોટો વળાંક” માનવામાં આવી રહ્યો છે.
યુદ્ધની કગરેથી પાછું વળતું વિશ્વ
છેલ્લા થોડા અઠવાડિયાઓમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ખૂબ જ વધી ગયો હતો. ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગ બંધ થવાથી વૈશ્વિક તેલ સપ્લાય પર ગંભીર અસર થઈ હતી.ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જો તે સમજૂતી નહીં કરે તો “સંપૂર્ણ સંસ્કૃતિનો નાશ થઈ શકે છે.” આ નિવેદને વિશ્વભરમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. પરંતુ અંતિમ ક્ષણે રાજદ્વારી પ્રયાસોએ પરિસ્થિતિ બદલાવી દીધી.
પાકિસ્તાનની ભૂમિકા: મધ્યસ્થતાની કૂટનીતિ
આ સમગ્ર પ્રક્રિયામાં પાકિસ્તાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને સૈન્ય પ્રમુખ અસીમ મુનીરએ બંને પક્ષોને શાંતિ માટે મનાવવાનો પ્રયાસ કર્યો. તેમણે અમેરિકાને હુમલા મુલતવી રાખવા અને ઈરાનને હોર્મુઝ જળમાર્ગ ખોલવા માટે સમજાવ્યું. આ પ્રયાસો સફળ રહ્યા અને સીઝફાયરનો માર્ગ મોકળો થયો.
સમયરેખા (Timeline)
28 ફેબ્રુઆરી , 2026: ઈરાન વોર શરુ થયું
4 એપ્રિલ, 2026 : ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનો અલ્ટીમેટમ આપ્યો
7 એપ્રિલ, 2026 (સાંજ) : યુદ્ધની કડક ચેતવણી—તણાવ ચરમસીમાએ
7 એપ્રિલ, 2026 (રાત્રિ) : પાકિસ્તાન દ્વારા રાજદ્વારી હસ્તક્ષેપ
8 એપ્રિલ, 2026 (સવાર) : બે અઠવાડિયાના સીઝફાયરની જાહેરાત
10 એપ્રિલ, 2026 (અપેક્ષિત) :ઇસ્લામાબાદમાં મહત્વપૂર્ણ બેઠક
સીઝફાયરનો અર્થ શું?
આ સીઝફાયર એક “બેતરફી યુદ્ધવિરામ” છે:
- બંને પક્ષો હુમલા બંધ કરશે
- હોર્મુઝ જળમાર્ગ ફરી ખૂલશે
- 15 દિવસમાં શાંતિ કરાર માટે ચર્ચા થશે
- ઉલ્લંઘન થાય તો યુદ્ધ ફરી શરૂ થઈ શકે
ઈરાનએ સ્પષ્ટ કહ્યું છે કે “અમારા હાથ હજુ ટ્રિગર પર છે.”
ઈરાનનો 10 મુદ્દાનો પ્રસ્તાવ :ઈરાને શાંતિ માટે નીચેના 10 મુદ્દા રજૂ કર્યા છે:
- તમામ આર્થિક પ્રતિબંધો દૂર કરવાના
- હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનનો નિયંત્રણ
- મધ્યપૂર્વમાંથી અમેરિકી સૈન્ય પાછું ખેંચવું
- ઈરાન અને તેના સાથીઓ પર હુમલાનો અંત
- ઈરાનની જપ્ત સંપત્તિ મુક્ત કરવી
- યુએન સુરક્ષા પરિષદ દ્વારા કરારને કાયદેસર બનાવવો
- ઈરાનના પરમાણુ કાર્યક્રમને માન્યતા આપવી
- વેપાર અને તેલ નિકાસ પરના પ્રતિબંધો હટાવવું
- ક્ષેત્રમાં સુરક્ષા ગેરંટી આપવી
- ભવિષ્યમાં સૈન્ય દખલગીરી નહીં કરવાની ખાતરી
મુખ્ય મતભેદ : આ પ્રસ્તાવમાં ઘણા મુદ્દાઓ એવા છે જે અમેરિકા માટે સ્વીકારવા મુશ્કેલ છે:
- હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનનો નિયંત્રણ
- પરમાણુ કાર્યક્રમને માન્યતા
- અમેરિકી સૈન્યની સંપૂર્ણ પાછી ખેંચણી
આ મુદ્દાઓ હજુ ચર્ચાના કેન્દ્રમાં રહેશે.
આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ
ઓમાન આ સીઝફાયરનું સ્વાગત કર્યું અને કાયમી શાંતિ માટે અપીલ કરી.
યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન કિયર સ્ટાર્મરએ પણ આ નિર્ણયને સકારાત્મક ગણાવ્યો.
ચીન રાજદ્વારી ઉકેલને સમર્થન આપ્યું.
ઈઝરાયલનો અભિગમ
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એ સીઝફાયરનું સમર્થન કર્યું છે, પરંતુ સ્પષ્ટ કર્યું કે:
- લેબનાન આ કરારમાં સામેલ નથી
- ઈરાનએ હુમલા બંધ કરવા પડશે
- પરમાણુ અને મિસાઈલ ખતરો દૂર કરવો જરૂરી
www.gujaratupdates.com
