Trendingમનોરંજન

ભૂત બંગલા રિલીઝ: અક્ષય કુમાર લાવ્યા ડર અને હાસ્યનો અનોખો તડકો

Mumbai 16 April, 2026″ બોલિવૂડની મોસ્ટ અવેઇટેડ હોરર-કોમેડી ફિલ્મ ભૂત બંગલા ( Bhoot Bangla )આજે દેશભરમાં ભવ્ય રીતે રિલીઝ થઈ છે. અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં હતી અને હવે સિનેમાઘરોમાં દર્શકોની કસોટી પર ઉતરી છે. હોરર અને કોમેડીનો અનોખો સમન્વય ધરાવતી આ ફિલ્મ ફેમિલી ઓડિયન્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

કહાની: મહેલમાં છુપાયેલું ભયાનક સત્ય
ફિલ્મની સ્ટોરી મંગલપુર ગામમાં આવેલ એક જૂના મહેલની આસપાસ ગૂંથાયેલી છે. ફિલ્મમાં Akshay Kumar એવા વ્યક્તિનો રોલ ભજવે છે જેને આ મહેલ વારસામાં મળે છે. પોતાની બહેનના લગ્ન આ મહેલમાં યોજવાની તૈયારી દરમિયાન અચાનક અજીબ અને ડરામણી ઘટનાઓ બનવા લાગે છે. ગામમાં ભયનો માહોલ ફેલાય છે અને લોકો મહેલ વિશેની અફવાઓથી ગભરાઈ જાય છે. આ પરિસ્થિતિમાં મુખ્ય પાત્ર મહેલના રહસ્યમય ભૂતકાળને શોધવા નીકળે છે. તપાસ દરમિયાન ચોંકાવનારા રહસ્યો અને લોકકથાઓ સામે આવે છે, જે કહાનીને વધુ રોમાંચક બનાવે છે.

સ્ટારકાસ્ટ: કોમેડીનો મજબૂત ડોઝ : ફિલ્મમાં મજબૂત સ્ટારકાસ્ટ જોવા મળે છે: અક્ષય કુમાર (Akshay Kumar) , પરેશ રાવલ ( Paresh Rawal), રાજપાલ યાદવ:(Rajpal Yadav), તબુ (Tabu)Asrani જેવા કલાકારોની કોમિક ટાઈમિંગ ફિલ્મમાં હાસ્યનો જોરદાર તડકો ઉમેરે છે.

ફિલ્મનો કુલ બજેટ લગભગ ₹120 કરોડ આસપાસ છે. કલાકારોની ફી (અંદાજ)

  • અક્ષય કુમાર: ₹50–60 કરોડ
  • પરેશ રાવલ: ₹5–6 કરોડ
  • રાજપાલ યાદવ: ₹2–3 કરોડ
  • તબુ : ₹2.5 કરોડ
  • અન્ય કલાકારો: ₹1–2 કરોડ

ફિલ્મ 16 એપ્રિલ 2026ના રોજ રિલીઝ થઈ છે. ટ્રેડ સર્કલ મુજબ ફિલ્મને સારો ઓપનિંગ મળવાની સંભાવના છે, ખાસ કરીને વીકએન્ડ દરમિયાન. ટ્રેડ વિશ્લેષકો અનુસાર ફિલ્મનું ભવિષ્ય વર્ડ ઓફ માઉથ પર નિર્ભર રહેશે. અક્ષય કુમારની સ્ટાર પાવર, હોરર-કોમેડીનો ટ્રેન્ડ અને ફેમિલી એન્ટરટેઇનમેન્ટ પોઝિટિવ પાસાઓ છે..

બોક્સ ઓફિસ અંદાજ મુજબ ઓપનિંગ ડે ₹15–18 કરોડ કૉલેકશન થવાની શક્યતા છે જયારે પ્રથમ વીકએન્ડ: ₹50–60 કરોડ લાઈફટાઈમ કલેક્શન: ₹180–220 કરોડ (અંદાજિત) થવાની સંભાવના જોવાઈ રહી છે.

ફિલ્મમાં ડાર્ક સિનેમેટોગ્રાફી, મજબૂત બેકગ્રાઉન્ડ સ્કોર અને રિયલિસ્ટિક VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હોરર અને કોમેડી વચ્ચેનું સંતુલન ફિલ્મને ખાસ બનાવે છે.“ભૂત બંગલા” એક સંપૂર્ણ મસાલા એન્ટરટેઇનર છે જેમાં ડર, હાસ્ય અને રહસ્યનો સરસ મિશ્રણ છે. ફેમિલી ઓડિયન્સ માટે આ ફિલ્મ એક સારો વિકલ્પ બની શકે છે. જો તમે હળવી હોરર સાથે હાસ્યનો આનંદ માણવા માંગતા હો, તો Bhoot Bangla આ વીકએન્ડ માટે એક યોગ્ય પસંદગી બની શકે છે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.