Trendingઅમદાવાદગુજરાતજીવનશૈલીમુખ્ય સમાચાર

ડ્રાય સ્ટેટમાં પરમિટ સંસ્કૃતિનો વિસ્ફોટ

Gandhinagar 26 March, 2026 : ગુજરાત, જે વર્ષોથી દારૂબંધી ધરાવતું રાજ્ય તરીકે ઓળખાય છે, ત્યાંથી સામે આવેલા તાજા આંકડાઓએ ચોંકાવનારી હકીકત ઉજાગર કરી છે. ગુજરાતમાં હાલમાં 33 હજારથી વધુ લોકો પાસે કાયદેસર લિકર પરમિટ છે. વિધાનસભામાં રજૂ થયેલી માહિતી અનુસાર રાજ્યના 14 મુખ્ય જિલ્લાઓમાં લિકર પરમિટધારકોની સંખ્યા સતત વધી રહી છે, જે “ડ્રાય સ્ટેટ”ની ધારણાને પ્રશ્નો સામે મૂકે છે.સરકાર દ્વારા આપવામાં વિધાનસભામાં આવેલી માહિતી મુજબ: બે વર્ષમાં કુલ 7,170 અરજીઓ મળી, જેમાંથી 7,045 અરજીઓ મંજૂર થઈ.

અમદાવાદ ટોચ પર, સુરત બીજા ક્રમે : અમદાવાદ રાજ્યમાં લિકર પરમિટ ધરાવતા લોકોમાં પ્રથમ સ્થાને છે. અમદાવાદમાં કુલ 14,862 સક્રિય પરમિટધારકો નોંધાયા છે. બીજા સ્થાને સુરત છે, જ્યાં 8,622 લોકો પાસે પરમિટ છે. જ્યારે વડોદરા 3,754 પરમિટ સાથે ત્રીજા ક્રમે છે.

અન્ય જિલ્લાઓમાં:

  • આણંદ — 1,611
  • કચ્છ — 1,558

સૌથી ઓછા પરમિટ ધરાવતા જિલ્લાઓ : રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પરમિટની સંખ્યા અત્યંત ઓછી છે:

  • પાટણ— 80
  • સાબરકાંઠા — 89
  • નવસારી — 164
  • ગીર સોમનાથt — 196

નવી પરમિટમાં તેજી : છેલ્લા બે વર્ષમાં નવી પરમિટ આપવામાં નોંધપાત્ર વધારો થયો છે:

  • અમદાવાદ — 1,146 નવી પરમિટ
  • સુરત — 1,251 નવી પરમિટ
  • વડોદરા — 453 નવી પરમિટ

નવી પરમિટ ઇશ્યૂ કરવામાં સુરત અમદાવાદ કરતાં આગળ રહ્યું છે.

રીન્યુઅલમાં પણ વધારો : રીન્યુ થયેલી પરમિટની સંખ્યા દર્શાવે છે કે પરમિટધારકો તેને ચાલુ રાખવામાં વધુ રસ દાખવે છે:

  • અમદાવાદ — 6,988
  • સુરત — 5,808
  • વડોદરા — 1,671

માત્ર 30 પરમિટ રદ : છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં માત્ર 30 પરમિટ જ રદ કરવામાં આવી છે, જે અત્યંત ઓછો આંકડો ગણાય છે.

  • અમદાવાદ — 24
  • સુરત — 2
  • વડોદરા — 0
  • “ડ્રાય સ્ટેટ” હોવા છતાં પરમિટ સંસ્કૃતિ મજબૂત બની રહી છે
  • શહેરોમાં પરમિટધારકોની સંખ્યા વધુ છે
  • પરમિટ રદ થવાની સંખ્યા ખૂબ ઓછી છે
Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.