10,000 ATMથી ના નીકળ્યા ,બેન્કને આપવા પડશે 3.28 લાખ
Surat, Gujarat 21 March, 2026: સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતા એક સામાન્ય ગ્રાહકને ATM ટ્રાન્ઝેક્શનની ખામીના કારણે 10,000 રૂપિયા પરત ન મળતા, નવ વર્ષ લાંબી લડાઈ પછી બેંક ઓફ બરોડા પર 3.28 લાખ રૂપિયા ચુકવવાની અદાલતી ફરજ પડી. 18 ફેબ્રુઆરી, 2017ના રોજ સુરતના ઉધના વિસ્તારમાં રહેનાર યુવાન એસબીઆઈના ATMમાંથી 10,000 રૂપિયા ઉપાડવા ગયો હતો. કાર્ડ દાખલ કર્યા પછી પિન દાખલ કર્યું, પરંતુ ATMમાંથી કેશ ન નીકળ્યું.પરંતુ થોડા જ સમયમાં તેના મોબાઈલ પર સંદેશ આવ્યો કે તેના બેંક ખાતામાંથી 10,000 રૂપિયા કપાઈ ગયા છે. યુવાને તુરંત બેંકમાં ફરિયાદ નોંધાવી, પરંતુ બેંક ઓફ બરોડા કહ્યું કે ટ્રાન્ઝેક્શન સફળ રહ્યું છે, અને તેણે રૂપિયા પ્રાપ્ત કર્યા છે. આ સમયે કોઈ પુરાવો આપવામાં આવ્યો નહોતો.
યુવાને હાથ ધર્યો આઈટીઆઈ અને પુરાવો મેળવ્યા
બેંકે ફરિયાદને અવગણ્યા બાદ યુવાને આઈટીઆઈ (RTI)નો સહારો લીધો. તેણે ATMની સીસીટીવી ફૂટેજ અને ટ્રાન્ઝેક્શન જર્નલ લોગ મેળવ્યા. ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું કે તેણે ATMમાંથી કેશ મેળવ્યો નહોતો.તે છતાં બેંકે પૈસા પરત ન કર્યા, જેનાથી યુવાને ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો.
ગ્રાહક અદાલતનો નિષ્પક્ષ નિર્ણય
અદાલતે નોંધ્યું કે બેંકે ગ્રાહકની રજૂઆત અવગણવી અને પુરાવા છતા પૈસા પરત ન કરવી, બેંક ઓફ બરોડા ની ગંભીર લાપરવાહી છે. અદાલતે બેંકને કડક ટિપ્પણી કરી, અને કહ્યું કે કાર્ડ ઇશ્યૂ કરનાર બેંકની મુખ્ય જવાબદારી છે કે તે પોતાના ગ્રાહકના નાણાંની સુરક્ષા કરે અને ફરિયાદોનું યોગ્ય સમાધાન કરે.બેંક ઓફ બરોડા દલીલ કરી કે ATM SBIનું છે, તેથી જવાબદારીSBIની છે. પણ અદાલતે આ દલીલ ખારિજ કરી અને જણાવ્યું કે કાર્ડ ઇશ્યૂ કરનાર બેંકની મુખ્ય જવાબદારી છે કે તે પોતાના ગ્રાહકના નાણાં પર જાગરૂક રહે અને ટ્રાન્ઝેક્શનની સમસ્યા દૂર કરે.અદાલતે માનસિક ત્રાસ માટે ₹3,000 અને કાયદાકીય ખર્ચ માટે ₹2,000 ચુકવવાનું બેંકને ફરજ પાડ્યું.આ કેસ નવ વર્ષ જૂનો હોવાથી, 3288 દિવસ માટે બેંક પર ₹3,28,800 દંડ ફાળવવામાં આવ્યો. ઉપરાંત, 10,000 રૂપિયાના મૂળ રકમ પર 9% વાર્ષિક વ્યાજ પણ ચુકવવાનું જણાવાયું. આ રીતે, ATMના ખોટા ટ્રાન્ઝેક્શનના કારણે બેંકને કુલ 3.28 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા.
ટ્રાન્ઝેક્શન નિષ્ફળ RBIના નિયમો શું કહે છે ?
RBIના નિયમો અનુસાર, જો ATM ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય, તો બેંકની ફરજ છે કે ગ્રાહકની ફરિયાદના 5 દિવસની અંદર રકમ પરત કરે. જો બેંક પૈસા પરત ન કરે, તો ₹100 દંડ દરરોજ લાગુ પડે છે.
શું કરવું જ્યારે ATM ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થાય ત્યારે ?
- તુરંત બેંકમાં લેખિત ફરિયાદ નોંધાવો.
- ATM ટ્રાન્ઝેક્શન સ્લિપ અને રસીદ સાચવો.
- બેંકથી નકારાત્મક જવાબ મળ્યા બાદ, RTI દ્વારા પુરાવા મેળવો.
- જરૂર પડે તો ગ્રાહક અદાલત અથવા બેંક લોકપાલનો સંપર્ક કરો.
