સુરતના ઉધનામાં ભાજપ નેતાની હત્યા
તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ભાજપ નેતાની કરાઈ હત્યા
18 May 2026 Gujarat Updates Team: સુરતના ઉધના વિસ્તારમાં દિવસદાઢે બનેલી એક ચોંકાવનારી ઘટનાએ શહેરમાં ભય અને રાજકીય ગરમાવો ફેલાવ્યો છે. ઉધના રોડ નંબર 6 પર ભાજપ સાથે જોડાયેલા યુવા આગેવાન જય દલાલની તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાને કારણે સ્થાનિકોમાં દહેશતનો માહોલ સર્જાયો છે.જય દલાલ ભાજપના સક્રિય કાર્યકર હતા અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેઓ લીંબાયતની ધારાસભ્ય સંગીતાબેન પાટીલના નજીકના વર્તુળ સાથે સંકળાયેલા માનવામાં આવતા હતા. તેમની માતા જયશ્રીબેન દલાલ પણ ભાજપમાં સક્રિય મહિલા આગેવાન તરીકે ઓળખાય છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરમાં દિવસ દરમિયાન બનેલી આ હત્યાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી ચર્ચા જગાવી છે. રાજકીય વર્તુળોમાં પણ આ બનાવને લઈને ભારે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
આ પણ વાંચો :
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
