મુખ્ય સમાચારરમત ગમત

IPL 2026: GT Vs LSG : ગુજરાત 7 વિકેટ થી જીત્યું

Lucknow, 12 April 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2026ની 19મી મેચમાં ગુજરાત ટાઈટન્સ ( Gujarat Titans GT)  લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants LSG ) ને 7 વિકેટથી હરાવી શાનદાર જીત નોંધાવી. લખનૌના મેદાન પર મળેલી આ જીત ગુજરાત ટાઈટન્સ ( Gujarat Titans GT)  માટે સતત બીજી જીત રહી, જ્યારે હોમ ગ્રાઉન્ડ પર LSG માટે આ બીજી હાર બની.

ગિલ અને બટલરની ધમાકેદાર બેટિંગ
ટાર્ગેટ 165 રનનો હતો, જેમાં ગુજરાત ટાઈટન્સ ( Gujarat Titans GT) 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને સરળતાથી જીત મેળવી.

  • શુભમન ગિલ – 56 (40 બોલ)
  • જોસ બટલર– 60 (37 બોલ)

બંનેએ મળીને 85 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને મેચ એકતરફી બનાવી દીધી.

મજબૂત ભાગીદારીથી જીત સરળ

  • સાઈ સુદર્શન અને ગિલે 45 રનની ઓપનિંગ ભાગીદારી કરી
  • ગિલ–બટલર જોડીએ મેચ ગુજરાત ટાઈટન્સ ( Gujarat Titans GT) તરફ ઝુકાવી
  • અંતમાં વોશિંગ્ટન સુંદર (21) અને રાહુલ તેવતિયા (10) એ ટીમને જીત સુધી પહોંચાડી

બટલરે રચ્યો ઈતિહાસ
જોસ બટલરે આ મેચ દરમિયાન T20 ક્રિકેટમાં 14,000 રન પૂર્ણ કર્યા. તે આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો પાંચમો ખેલાડી બન્યો.

તેના પહેલા:

  • ક્રિસ ગેઇલ
  • કાયરોન પોલાર્ડ
  • એલેક્સ હેલ્સ
  • ડેવિડ વોર્નર

બટલર IPL 2026 માં ઓરેન્જ કેપ માટે પણ મજબૂત દાવેદાર બની રહ્યો છે.

પ્રસિદ્ધ કૃષ્ણાની ઘાતક બોલિંગ
મેચનો ટર્નિંગ પોઇન્ટ રહ્યો પ્રસિદ્ધ કૃષ્ણા નો સ્પેલ: 4 ઓવર, 24 રન, 4 વિકેટ. તેની બોલિંગના કારણે લખનૌ 164/8 સુધી જ સીમિત રહી. આ સીઝનમાં તે પહેલાથી જ 10 વિકેટ લઈ ચૂક્યો છે.

 લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants LSG )ની બેટિંગ નિષ્ફળ
લખનૌ તરફથી એડન માર્ક્રમ એ 30 રન બનાવ્યા, પરંતુ મિચેલ માર્શ – 11 , ઋષભ પંત – 18 , નિકોલસ પૂરન – 19 મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા.

મહત્વપૂર્ણ આંકડા

  • પ્રસિદ્ધ કૃષ્ણા – 19 ઈનિંગમાં 35 વિકેટ (GT માટે)
  • મોહમ્મદ સિરાજ એ IPL માં 4 વખત ઋષભ પંતને આઉટ કર્યો
  • ગુજરાત ટાઈટન્સ ( Gujarat Titans GT) નો નેટ રન રેટ પણ સુધર્યો

આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2026 19મી મેચ ગુજરાત ટાઈટન્સ ( Gujarat Titans GT) 18.4 ઓવેર માં 165 રન 3 વિકેટના નુકસાન પર મેચ જીતી લીધી,.

Gujarat Titans Scoreboard

Lucknow Super Giants Scoreboard

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.