રાજકોટમાં લાયન સફારી: હવે સિંહો નજીકથી જોઈ શકશો!
Rajkot 26 March, 2026: ગુજરાતમાં સિંહ દર્શન માટે ગીર, આંબરડી સફરી પાર્ક ધક્કો નહીં ખાવો પડે.ટૂંક સમયમાં રાજકોટમાં પણ સિંહ દર્શનનો અનુભવ મળશે, જયાં પ્રવાસીઓ ગીર જંગલના નૈસર્ગિક અનુભવનો આનંદ લઈ શકશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા તૈયાર કરવામાં આવી રહેલું લાયન સફારી પાર્ક 90% પૂરું થઈ ગયું છે અને અનુમાન છે કે તે ઉનાળાની રજાઓ દરમિયાન મે અથવા જૂન 2026 સુધી ખુલ્લો મુકવામાં આવશે.
પ્રોજેક્ટની હાલની સ્થિતિ
RMC રાંદરડા લેક નજીક મ્યુનિસિપલ એરિયામાં 29 હેક્ટર જમીન પર 2,900 મીટર લાંબી ચેઇન-લિંક ફેન્સિંગ સ્થાપવાનું કામ પૂરું કર્યું છે. પ્રોજેક્ટમાં નાઈટ શેલ્ટર, વોચટાવર, પાણીના પોઈન્ટ અને કોમ્પાઉન્ડ વોલ સહિતની સુવિધાઓ તૈયાર છે. હાલમાં એન્ટ્રન્સ પ્લાઝા, પાર્કિંગ, ટિકિટ કાઉન્ટર અને ફૂડ કોર્ટ પર કામ ચાલી રહ્યું છે. RMC ના અધિકારીઓના જણાવ્યા મુજબ, પાર્કને ગિરના જંગલ જેવો કુદરતી અનુભવ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ માટે પાર્કમાં અર્બન ફોરેસ્ટ વિકસાવવામાં આવી છે.
સાસણ ગીર પર ભારણ ઘટશે
હાલમાં સાસણ ગીર લાયન સફારી માટે સૌથી લોકપ્રિય સ્થળ છે, જ્યાં દર વર્ષે સાત લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. રાજકોટની એર અને રેલ કનેક્ટિવિટી તેને ગીર તરફ જતાં પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર સમાન બનાવે છે. ઉનાળા અને દિવાળી જેવા પીક સીઝનમાં જ્યારે ગીરના પરમિટ મળતા નથી, ત્યારે નવી સફારી પાર્ક પ્રવાસીઓ માટે ઉત્તમ વિકલ્પ બનશે.
ગીર અભયારણ્યની મુલાકાતીઓ અને આવક:
અત્રે ઉલ્લેખની છે કે, તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયાએ ગીર અભયારણ્યા ખાતે લીધેલી મુલાકાતનો પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગીર અભયારણ્યની કેટલા મુલાકાતીઓ મુલાકાત લીધી હતી, જ્યારે આ મુલાકાત દરમિયાન પર્યટકો માટે કેટલી પરમિટ ઈસ્યૂ કરવામાં આવી અને કેટલી આવક થઈ?
આ સવાલનો જવાબ આપતાં સરકારે જણાવ્યું હતું કે 31-12-2025ની સ્થિતિએ વર્ષ-2024 દરમિયાન – 8,59,262 તેમ જ વર્ષ-2025 દરમ્યાન 9,28,416 મુલાકાતીઓએ સાસણગીર ખાતે ગીર અભયારણ્યની મુલાકાત લીધી હતી. બે વર્ષમાં કુલ 17,87,687 પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી હતી.
પ્રવાસીઓને રાહ છે
RMC લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, પ્રવાસીઓને એક નવી લાયન સફારી અનુભવવાની તક મળશે, અને ગીર પર ભારણ ઘટશે. RMC લાયન સફારી પાર્ક આ નવા આકર્ષણને શહેરના પ્રવાસન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જોતી
