સરકારી નોકરીનો સુવર્ણ મોકો!
GPSC દ્વારા 224 જગ્યાઓ માટે ભરતી જાહેર
Gandhinagar Gujarat, 01 April, 2026:ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ 224 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી માટે આજથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ ભરતી અભિયાન હેઠળ વર્ગ 1, 2ની મહત્વપૂર્ણ 71 જગ્યાઓ ભરવામાં આવશે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ 224 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો આજથી બપોરે 1:00 વાગ્યાથી અરજી કરી શકશે અને 15 એપ્રિલ 2026ની રાત્રે 12:00 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ રાખવામાં આવી છે. વર્ગ 1, 2ની 71 જગ્યા પર ભરતી થશે
ભરતીમાં સમાવિષ્ટ પદોના નામ:
આ ભરતી હેઠળ નીચે મુજબના મહત્વપૂર્ણ પદો માટે ઉમેદવારો અરજી કરી શકશે:
- ગુજરાત વહીવટી સેવા (Gujarat Administrative Service) – વર્ગ-1
- ગુજરાત મુલ્કી સેવા (Gujarat Civil Services) – વર્ગ-1 અને વર્ગ-2
- નગરપાલિકા મુખ્ય અધિકારી (Municipal Chief Officer) – વર્ગ-2
- મદદનીશ વન સંરક્ષક (Assistant Conservator of Forest) – વર્ગ-2
- પરિક્ષેત્ર વન અધિકારી (Range Forest Officer) – વર્ગ-2
- ગુજરાત ઈજનેરી સેવા (Civil) – વર્ગ-1 અને વર્ગ-2
આ તમામ પદો રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને કારકિર્દી માટે ઉત્તમ તક પ્રદાન કરે છે.
કૂલ 224 જગ્યાઓ માટે ઉમેદવારો આજે બપોરે એક વાગ્યાથી લઈને 15 એપ્રિલ 2026 રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયમર્યાદા પહેલા જ અરજી પ્રક્રિયા પૂર્ણ કરે અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે. આ ભરતી સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા ધરાવતા યુવાનો માટે એક સોનેરી તક સાબિત થશે.
વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે ઉમેદવારો GPSCની અધિકૃત વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ ની મુલાકાત લઈ શકે છે.
