આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન
Mumbai, 12 April, 2026: ભારતીય સંગીત જગતમાં એક યુગનો અંત આવ્યો છે. પ્રખ્યાત અને દંતકથા સમાન પ્લેબેક સિંગર આશા ભોસલે(Asha Bhosle) નું 12 એપ્રિલ, 2026ના રોજ 92 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું. અનેક દાયકાઓ સુધી પોતાની અવાજથી શ્રોતાઓના દિલ પર રાજ કરનાર આ મહાન ગાયિકા હવે આપણા વચ્ચે નથી રહ્યા .
આશા ભોસલેને શનિવારે તબિયત ખરાબ થતા મુંબઈના બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ, ભારે થાક અને છાતીમાં ઈન્ફેક્શન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમની સ્થિતિ ગંભીર થતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું હતું કે હૃદયરોગના હુમલા બાદ મલ્ટી-ઓર્ગન ફેલ્યોર થવાને કારણે તેમનું અવસાન થયું.
આ દુઃખદ સમાચારની પુષ્ટિ તેમના પુત્ર આનંદ ભોસલેએ રવિવારે કરી હતી.આશા ભોસલેનું અંતિમ દર્શન માટે સોમવાર, 13 એપ્રિલે સવારે 11 વાગ્યાથી તેમના નિવાસસ્થાને વ્યવસ્થા કરવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે મુંબઈના શિવાજી પાર્ક ખાતે કરવામાં આવશે.
આશા ભોસલે (Asha Bhosle)નો જન્મ 08 September , 1933 માં સાંગલીમાં થયો હતો . તેમેણે 92 વર્ષે છેલ્લા શ્વાશ લીધા.આશા ભોસલે (Asha Bhosle) ઇતિહાસના સૌથી વેરસટાઈલ ગાયિકાઓમાંના એક ગણાય છે. બ્રિટાનિકા અને અન્ય અહેવાલો મુજબ, તેમણે 20થી વધુ ભારતીય ભાષાઓમાં 12,000થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે. 2011માં તેમને ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશ્વમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરનાર કલાકાર તરીકે માન્યતા આપવામાં આવી હતી, ત્યારે તેમના નામે 11,000થી વધુ સોલો, ડ્યુએટ અને કોરસ ગીતો નોંધાયેલા હતા.
તેમના નિધનથી સમગ્ર ફિલ્મ અને સંગીત જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અનેક કલાકારો, ગાયક-ગાયિકાઓ અને ચાહકોએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.
આશા ભોસલે માત્ર ગાયિકા ન હતા , પરંતુ ભારતીય સંગીતનો એક અવિભાજ્ય ભાગ હતા. તેમણે હજારો ગીતો ગાયા હતા અને વિવિધ ભાષાઓમાં પોતાની પ્રતિભા દેખાડી હતી. તેમના અવાજમાં રહેલો ભાવ, લય અને અનોખી અભિવ્યક્તિએ તેમને અન્ય ગાયિકાઓથી અલગ બનાવ્યા હતા.
તેમના નિધનથી સંગીત જગતમાં એક મોટું ખાલીપું ઊભું થયું છે, જે ક્યારેય પૂરું થઈ શકશે નહીં. પરંતુ તેમના ગીતો હંમેશા જીવંત રહેશે અને નવી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.
આશા ભોસલેને શ્રદ્ધાંજલિ.
www.gujaratupdates.com
