અમરનાથ યાત્રા સંપૂર્ણ માહિતી: રજિસ્ટ્રેશન, ફી, રૂટ અને નિયમો
15 April, 2026 :અમરનાથ યાત્રા ભગવાન શિવના ભક્તો માટે અત્યંત પવિત્ર યાત્રા છે. દર વર્ષે જમ્મુ-કાશ્મીરની હિમાલયની ગુફામાં સ્વાભાવિક રીતે બનતા બરફના શિવલિંગના દર્શન કરવા લાખો યાત્રાળુઓ જાય છે. જો તમે 2026માં યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સંપૂર્ણ માર્ગદર્શિકા તમને શરૂઆતથી અંત સુધી મદદ કરશે.
મહત્વપૂર્ણ તારીખો
રજિસ્ટ્રેશન શરૂ: 15 એપ્રિલ 2026
યાત્રા શરૂ: 3 જુલાઈ 2026
યાત્રા સમાપ્તિ: 28 ઓગસ્ટ 2026
નોંધ: તમારી યાત્રા તારીખ પહેલા 7 દિવસ સુધી જ રજિસ્ટ્રેશન ખુલ્લું રહેશે.
રજિસ્ટ્રેશન પ્રક્રિયા (Online + Offline)
ઓનલાઇન રજિસ્ટ્રેશન : સત્તાવાર વેબસાઇટ: https://jksasb.nic.in/
Step-by-Step Process:
- “Online Services” → “Yatra Permit” પસંદ કરો
- વ્યક્તિગત માહિતી ભરો
- મોબાઇલ OTP વેરિફિકેશન કરો
- દસ્તાવેજ અપલોડ કરો: ફોટો ,Compulsory Health Certificate (CHC)
- રૂટ અને તારીખ પસંદ કરો
₹220 ફી ભરો
Permit ડાઉનલોડ કરો
ઓફલાઇન રજિસ્ટ્રેશન
- SBI, PNB, Yes Bank, J &K Bank : લગભગ 550+ બેંક શાખાઓમાં ઉપલબ્ધ
જરૂરી દસ્તાવેજ:
- ID Proof
- CHC
- ફોટો
- ફી: ₹150
ગ્રુપ રજિસ્ટ્રેશન
- 5 થી 30 લોકો માટે
- અરજી સમય: 15 એપ્રિલ થી 20 મે 2026
લાયકાત અને નિયમો
- ઉંમર મર્યાદા :13 થી 70 વર્ષ
- મેડિકલ નિયમો : CHC ફરજિયાત (8 એપ્રિલ 2026 પછીનું)
- ગર્ભવતી મહિલાઓ (6 સપ્તાહથી વધુ) માટે મનાઈ
- RFID કાર્ડ દરેક યાત્રિક માટે જમ્મુ/કાશ્મીરમાંથી મેળવવું ફરજિયાત
ફી સ્ટ્રક્ચર
- ઓનલાઇન₹220 ઓફલાઇન₹150NRI₹1550 (અંદાજે)
યાત્રાના રૂટ
1️⃣ પહલગામ રૂટ અંતર: ~48 કિમી – સરળ પરંતુ લાંબો – સુંદર નજારા
2️⃣ બાલટાલ રૂટ અંતર: ~14 કિમી – ટૂંકો પરંતુ મુશ્કેલ
પસંદગી રજિસ્ટ્રેશન સમયે જ કરવી પડે છે.
ગુજરાતમાંથી યાત્રા પ્લાન :
- ટ્રેન વિકલ્પ : અમદાવાદ → જમ્મુ તવી સમય: 30–35 કલાક પછી: જમ્મુ → પહલગામ / બાલટાલ
- ફ્લાઇટ વિકલ્પ : અમદાવાદ → શ્રીનગર સમય: 2–3 કલાક
પછી:શ્રીનગર → બેઝ કેમ્પ
5–7 દિવસનું ઉદાહરણ પ્લાન
Day 1: અમદાવાદ → શ્રીનગર
Day 2: બેઝ કેમ્પ પહોંચો
Day 3: યાત્રા શરૂ
Day 4: દર્શન + વાપસી
Day 5: આરામ
Day 6: વાપસી
અંદાજિત ખર્ચ. આ અંદાજિત ખર્ચ છે જે તમારી જરૂરિયાત પ્રમાણે ચેન્જ થઇ શકે છે.
- બજેટ યાત્રા : ₹8,000 – ₹15,000
- કમ્ફર્ટ યાત્રા : ₹20,000 – ₹50,000
હેલિકોપ્ટર સેવા
- અલગથી બુકિંગ કરવું પડે સમય: 10–15 મિનિટ; વડીલો માટે શ્રેષ્ઠ વિકલ્પ.
વધારાનો ખર્ચ :હેલિકોપ્ટર નો ખર્ચ લગભગ ₹3,250 to ₹3,500 (one-way) or ₹5,500 to ₹6,500 (round trip) પ્રતિ વ્યક્તિ – બૈતાલ પંજતરની રૂટ પર આવી શકે છે. જયારે પહલગામ પંજતરની રૂટ પર One-way: ₹4,900 per person અને Round Trip: ₹9,600 to ₹9,800 per person જેટલો થઇ શકે છે.
સુરક્ષા અને સુવિધાઓ
- ₹10 લાખનું ઇન્શ્યોરન્સ
- RFID ટ્રેકિંગ
- મેડિકલ કેમ્પ
- ઓક્સિજન સુવિધા
જરૂરી તૈયારી
- ગરમ કપડા
- રેઇનકોટ
- ટ્રેકિંગ શૂઝ
- મેડિકલ કિટ
- 3–5 કિમી વોક પ્રેક્ટિસ
યાત્રાનું મહત્વ : અમરનાથ ગુફામાં બનતું બરફનું શિવલિંગ ભગવાન શિવનું જીવંત પ્રતિક માનવામાં આવે છે. આ યાત્રા ભક્તિ, સહનશક્તિ અને આધ્યાત્મિક શાંતિનો અનોખો અનુભવ આપે છે.
અમરનાથ યાત્રા 2026 માટે યોગ્ય આયોજન, સમયસર રજિસ્ટ્રેશન અને શારીરિક તૈયારી ખૂબ જ જરૂરી છે. જો તમે સચોટ આયોજન કરો, તો આ યાત્રા તમારા જીવનનો એક યાદગાર અનુભવ બની શકે છે.
આ ફક્ત માહિતી માટે છે. સાચી માહિતી અને અપડેટેડ માહિતી માટે અમરનાથ શ્રાઈન બોર્ડબ ની વેબસાઈટ https://jksasb.nic.in/ અથવા હેલ્પલાઈને નંબર Official Yatra Helpline : 14464 , 1800-180-7198 , 1800-180-7199 ફોન કરો.
www.gujaratupdates.com
