29 વર્ષનો મંત્રી, 35 વર્ષનો PM — નેપાળમાં નવી પેઢીનું શાસન
Kathmandu, Nepal, 28 March, 2026: નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક અને નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે. દેશના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ દ્વારા શીતલ નિવાસ ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં બાલિન્દ્ર (બાલેન) શાહે એ વડાપ્રધાન તરીકે શપથ લીધા. માત્ર 35 વર્ષની ઉંમરે વડાપ્રધાન બનનાર બાલેન શાહ હવે વિશ્વના સૌથી યુવા PM બની ગયા છે, જે નેપાળ માટે ગૌરવની સાથે એક નવી દિશાનો સંકેત આપે છે.
આ નવી સરકાર માત્ર સત્તા બદલાવ નથી, પરંતુ એક સ્પષ્ટ “Gen Z ક્રાંતિ” તરીકે જોવામાં આવી રહી છે. 15 સભ્યોની આ કેબિનેટમાં મોટાભાગના મંત્રીઓ 20થી 30 વર્ષની વયના છે, જે દક્ષિણ એશિયાના રાજકારણમાં એક દુર્લભ અને પ્રેરણાદાયક પરિવર્તન દર્શાવે છે. લાંબા સમયથી ચાલતા પરંપરાગત રાજકારણથી અલગ, હવે યુવાનો દેશની દિશા નક્કી કરવા આગળ આવ્યા છે.
નવી કેબિનેટમાં યુવા અને અનુભવી બંને ચહેરાઓનો સંતુલિત સમન્વય જોવા મળે છે. વડાપ્રધાન બાલિન્દ્ર (બાલેન) શાહે 35 વર્ષના છે, જ્યારે ઉપ વડાપ્રધાન અને નાણાં મંત્રી ડો. સ્વર્ણિમ વાગલે 51 વર્ષના છે, જે કેબિનેટના સૌથી વયસ્ક સભ્ય છે. ગૃહ મંત્રી તરીકેસુદાન ગુરુંગ (36 વર્ષ) ને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રી સુનિલ લામસાલ પણ 35 વર્ષની ઉંમરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
તે ઉપરાંત, લેબર મંત્રી દિપક શાહ 34 વર્ષના છે અને કૃષિ મંત્રી ગીતા ચૌધરી 33 વર્ષની ઉંમરે કાર્યભાર સંભાળી રહ્યા છે. કાયદા મંત્રી સોબિતા ગૌતમઅને મહિલા-બાળ વિકાસ મંત્રી સીતા બદી બંને 30 વર્ષની ઉંમરે છે. સૌથી યુવા મંત્રી તરીકે સસ્મિત પોખરલ માત્ર 29 વર્ષની ઉંમરે શિક્ષણ અને યુવા વિભાગ સંભાળી રહ્યા છે.
આ રીતે, કેબિનેટમાં સૌથી યુવા મંત્રી સસ્મિત પોખરેલ (29 વર્ષ) છે, જ્યારે સૌથી વયસ્ક સભ્ય સ્વર્ણિમ વાગ્લે (51 વર્ષ) છે, જે દર્શાવે છે કે યુવાનીની ઉર્જા અને અનુભવ બંનેને સાથે રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ Gen Z સરકારની ખાસિયત એ છે કે તે નવી વિચારધારા, ટેક્નોલોજી અને પારદર્શિતાને મહત્વ આપે છે. યુવા નેતાઓ ઝડપથી નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે અને દેશને આધુનિક દિશામાં આગળ ધપાવવા આતુર છે. સાથે સાથે, મહિલાઓ અને પછાત વર્ગોને મળેલી પ્રતિનિધિત્વ સરકારના સમાવેશવાદી અભિગમને મજબૂત બનાવે છે. પરંતુ આ યુવા ટીમ માટે પડકારો પણ ઓછા નથી. શાસનનો અનુભવ ઓછી હોવાને કારણે નીતિઓના અમલીકરણમાં મુશ્કેલીઓ આવી શકે છે. આંતરરાષ્ટ્રીય સંબંધો જાળવવા અને દેશની અર્થવ્યવસ્થાને સ્થિર રાખવા માટે પણ મજબૂત નેતૃત્વ જરૂરી રહેશે.
