ONGCની ગુજરાતમાં મેગા ઉપલબ્ધિ
New Delhi, 30 March 2026: શભરમાં ચાલી રહેલા ગેસ સંકટ વચ્ચે Oil and Natural Gas Corporation (ONGC) એ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અરબી સમુદ્રમાં સ્થિત દમણ અપસાઇડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DUDP) અંતર્ગત ગેસ ઉત્પાદન સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યું છે, જે ભારતની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. Oil and Natural Gas Corporation (ONGC)દ્વારા 29 માર્ચ, 2026ના રોજ પ્લેટફોર્મ B-12-24P પરથી ગેસનું ઉત્પાદન શરૂ કરાયું છે. આ ગેસ હવે પ્રોસેસિંગ માટે હજીરા પ્લાન્ટ તરફ મોકલવામાં આવી રહ્યો છે. આ વિકાસથી ગુજરાત સહિત દેશભરમાં ગેસની અછત ઘટાડવામાં મદદ મળશે.
દમણ અપસાઇડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DUDP)પ્રોજેક્ટ:
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મુંબઈથી આશરે 180 કિમી ઉત્તર-પશ્ચિમે અને પીપાવવથી લગભગ 80 કિમી દક્ષિણમાં અરબી સમુદ્ર વિસ્તારમાં આવેલો છે.આ પ્રોજેક્ટ અંદાજે 1 અબજ ડોલર (₹8,300 કરોડથી વધુ)ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે Oil and Natural Gas Corporation (ONGC)એ આ પ્રોજેક્ટને માત્ર બે વર્ષથી પણ ઓછા સમયમાં પૂર્ણ કર્યો છે, જે એક રેકોર્ડ સમાન છે. ‘ડ્રિલ-ડેક’ જેવી આધુનિક ટેક્નોલોજી અને મજબૂત ટીમવર્કના કારણે આ સિદ્ધિ શક્ય બની છે.
Oil and Natural Gas Corporation (ONGC)કંપનીએ જણાવ્યું છે કે હાલમાં એક પ્લેટફોર્મ પરથી ગેસ ઉત્પાદન શરૂ થયું છે, પરંતુ આગામી સમયમાં અન્ય કૂવાઓમાંથી પણ તબક્કાવાર ઉત્પાદન વધારવામાં આવશે. આથી દેશની સ્થાનિક ગેસ સપ્લાયમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
ઈરાન સંકટ વચ્ચે મોટી રાહત
વિશ્વસ્તરે ચાલી રહેલા ઈરાન સંકટને કારણે ઊર્જા સપ્લાય ચેઈન પર ગંભીર અસર પડી છે. ભારત સહિત અનેક દેશોમાં ગેસ અને ઈંધણની અછત સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં Oil and Natural Gas Corporation (ONGC)ની આ સફળતા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
