ગુજરાતભારતમુખ્ય સમાચાર

ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા મજબૂત

અરબી સમુદ્રની સુરક્ષા મજબૂત – ICGS શૌર્ય પોરબંદરમાં તૈયાર

Porbandar 03 April, 2026: ભારતીય કોસ્ટ ગાર્ડે પોતાની ઓફશોર પેટ્રોલ વેસલ ICGS શૌર્યને ચેન્નાઈથી પોરબંદર ખાતે કાયમી તૈનાત કરી દીધી છે. આ પગલાંથી ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત કરવામાં આવશે અને ઉત્તર અરબી સમુદ્રમાં કોસ્ટ ગાર્ડની ઓપરેશનલ ક્ષમતા વધશે. ICGS શૌર્યનું મુખ્ય લક્ષ્ય દરિયાઈ માર્ગ પર સઘન દેખરેખ રાખવી અને માછીમારોની સલામતી સુનિશ્ચિત કરવી છે. આ જહાજ CRN-91 મુખ્ય ગન અને આધુનિક નેવિગેશન, કોમ્યુનિકેશન તથા સર્વેલન્સ સુવિધાઓથી સજ્જ છે. તે ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવામાં અને દરિયાઈ કાયદાનું અમલીકરણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

જહાજની વિશેષતાઓ : આ જહાજ ગોવા શિપયાર્ડ લિમિટેડ (Goa Shipyard )ધ્વારા નિર્મિત ‘સમર્થ ક્લાસ’નું મોડેલ છે અને તે “મેક ઇન ઇન્ડિયા” પ્રોજેક્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

  • લંબાઈ:105 મીટર
  • પહોળાઈ: 13.6 મીટર
  • વજન: આશરે 2,300 ટન
  • ઉચ્ચ ગતિ: 23 નોટ્સ
  • સતત દરિયામાં રોકાણ:20 દિવસ
  • ઓપરેશનલ રેન્જ: આશરે 6,000 નોટિકલ માઈલ

આ ઉપરાંત, જહાજ પર એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર (ALH) ઉતારી શકાય છે, જે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન્સ માટે ઉપયોગી રહેશે. ઝડપી કાર્યવાહિ માટે હાઈ-સ્પીડ ઇન્ટરસેપ્ટર બોટ્સ પણ તૈયાર રાખવામાં આવી છે..રતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જણાવ્યું કે, આ તૈનાતી વડે પોરબંદર અને સમગ્ર ગુજરાત દરિયાકાંઠે સુરક્ષા, નિરીક્ષણ અને પર્યાવરણીય રક્ષણ વધુ મજબૂત થશે, તેમજ સ્થાનિક માછીમારોના હિતની રક્ષા કરવામાં પણ મદદ મળશે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.