મુખ્ય સમાચારભારતરમત ગમત

જાણો ગુજરાતમાંથી કૌણ સિલેક્ટ થયું?

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026: ભારતની ટીમ જાહેર – હરમનપ્રીત કૌર નેતૃત્વ કરશે

Mumbai 03 May 2026 Gujarat Updates Team: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ICC Women’s T20 World Cup 2026 માટે ભારતની મહિલા ક્રિકેટ ટીમ જાહેર કરવામાં આવી છે. ટીમની જાહેરાત મુંબઈમાં BCCI સચિવ દેવજીત સાયકિયા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને ચીફ સિલેક્ટર અમિતા શર્મા પણ હાજર રહ્યા હતા.

હરમનપ્રીત કૌર ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે સ્મૃતિ મંધાના ઉપકપ્તાન તરીકે રહેશે.

ટીમ પસંદગીમાં મોટા નિર્ણયો
આ વખતે ટીમમાં કેટલીક ચોંકાવનારી બાબતો જોવા મળી:

  • હરલીન દેઓલ અને અમનજોત કૌરને સ્થાન મળ્યું નથી
  • પ્રતિકા રાવલ પણ બહાર રહી
  • યુવા પેસર નંદિની શર્માને પ્રથમ વખત તક મળી
  • યાસ્તિકા ભાટિયા અને રાધા યાદવ ટીમમાં પરત આવ્યા

ભારતની ટીમ (15 ખેલાડીઓ): હરમનપ્રીત કૌર (કપ્તાન), સ્મૃતિ મંધાના (ઉપકપ્તાન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ (વિકેટકીપર), શ્રી ચરણિ, યાસ્તિકા ભાટિયા , (વિકેટકીપર), નંદિની શર્મા, અરુન્ધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રેયંકા પાટીલ, રાધા યાદવ.

આમાંથી ભારતી ફુલમાલી, નંદિની શર્મા, શ્રી ચરણિ અને ક્રાંતિ ગૌડ માટે આ પ્રથમ વર્લ્ડ કપ હશે.ગુજરાતના મુખ્ય ખેલાડીઓમાં યાસ્તિકા ભાટિયા અને રાધા યાદવનો સમાવેશ થયો છે. યાસ્તિકા ભાટિયા વડોદરા, ગુજરાતની છે. રાધા યાદવ મૂળ મુંબઈની હોવા છતાં વડોદરા માટે રમે છે.

ICC Women’s T20 World Cup 2026 ટુર્નામેન્ટ વિશે માહિતી

  • સ્થળ: ઇંગ્લેન્ડ અને વેલ્સ
  • શરૂઆત: 12 જૂન 2026
  • ફાઈનલ: 5 જુલાઈ 2026
  • કુલ ટીમો: 12

ભારત ગ્રુપ-1માં છે, જેમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ સામેલ છે.

ભારતના મેચ શેડ્યૂલ (IST સમય મુજબ – સાંજે 7:00 વાગ્યે)

  1. 14 જૂન – ભારત vs પાકિસ્તાન (એજબાસ્ટન, બર્મિંઘમ)
  2. 17 જૂન – ભારત vs નેધરલેન્ડ્સ (હેડિંગ્લી, લીડ્સ)
  3. 21 જૂન – ભારત vs દક્ષિણ આફ્રિકા (ઓલ્ડ ટ્રાફોર્ડ, મેનચેસ્ટર)
  4. 25 જૂન – ભારત vs બાંગ્લાદેશ (ઓલ્ડ ટ્રાફોર્ડ, મેનચેસ્ટર)
  5. 28 જૂન – ભારત vs ઓસ્ટ્રેલિયા (લોર્ડ્સ, લંડન)

વર્લ્ડ કપ પહેલાં તૈયારી
ભારત મહિલા ટીમ વર્લ્ડ કપ પહેલાં ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ સામે 3 T20 મેચ રમશે: 28 મે , 30 મે , 2 જૂન
આ સિરીઝ ટીમ માટે મહત્વપૂર્ણ પ્રેક્ટિસ તરીકે કામ કરશે.

હાલની સ્થિતિ અને પડકાર
તાજેતરમાં ભારતે દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમ સામે 4-1 થી સિરીઝ ગુમાવી હતી, જેના કારણે ટીમમાં કેટલાક ખામીયા સામે આવ્યા છે—ખાસ કરીને બોલિંગ અને મધ્યક્રમમાં.ભારત અત્યાર સુધી મહિલા T20 વર્લ્ડ કપ જીત્યું નથી. 2020માં રનર્સ-અપ રહેવું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. હવે હરમનપ્રીત કૌર અને ટીમ માટે આ એક સારો મોકો છે ઇતિહાસ રચવાનો.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
અમારા Facebook પેજને ફોલો કરો: Click karo

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.