આરોગ્ય

ગરમી અને હીટસ્ટ્રોકથી બચવા માટે અપનાવો આ સરળ ઉપાયો

તીવ્ર ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવાના સરળ રસ્તા

ગરમી અને હીટસ્ટ્રોક (‘લૂ લાગવી’)થી બચવા માટે નીચેના ઉપાયો બહુ ઉપયોગી છે:

ગરમીથી બચવા બચવાના ઉપાયો

  • દિવસ દરમિયાન ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા સુધી તડકામાં ઓછું બહાર નીકળો.
  • પૂરતું પાણી પીતા રહો — તરસ ન લાગી હોય તો પણ થોડું થોડું પાણી પીવું.
  • ORS, લીંબુ પાણી, છાશ, નાળિયેર પાણી જેવી વસ્તુઓ લેવાથી શરીરમાં પાણી અને મિનરલ્સ જળવાઈ રહે છે.
  • હળવા રંગના, ઢીલા અને કોટનના કપડા પહેરો.
  • બહાર જતાં ટોપી, છત્રી અથવા ગમછાનો ઉપયોગ કરો.
  • વધારે તેલિયું, મસાલેદાર અને ભારે ખોરાક ટાળો.
  • ઘરમાં હવા ફરતી રહે તેવી વ્યવસ્થા રાખો.

હીટસ્ટ્રોકના લક્ષણો
હીટસ્ટ્રોક ગંભીર સ્થિતિ છે. નીચેના લક્ષણો દેખાય તો તરત ધ્યાન આપવું:

  • શરીરનું તાપમાન ખૂબ વધી જવું પણ પરસેવો ન થવો.
  • ચક્કર આવવું
  • ભારે માથાનો દુખાવો
  • ઊલટી કે મન બગડવું
  • ત્વચા ગરમ અને સુકી લાગવી
  • બેહોશી અથવા ગૂંચવણ

હીટસ્ટ્રોક(‘લૂ લાગવી’) થાય તો શું કરવું

  • વ્યક્તિને તરત છાંયડા કે ઠંડા સ્થળે લઈ જવો.
  • શરીર પર ઠંડું પાણી નાખવું અથવા ભીનું કપડું મૂકવું.
  • પંખો/કૂલર ચાલુ રાખવો.
  • જો વ્યક્તિ હોશમાં હોય તો પાણી અથવા ORS આપવું.

જો લૂ લાગવાથી વ્યક્તિ બેભાન થઈ જાય અથવા શરીરનું તાપમાન સતત વધતું રહે, તો તે મેડિકલ ઇમરજન્સી છે.સ્થિતિ ગંભીર લાગે તો તરત ડૉક્ટર અથવા ઇમર્જન્સી સેવા સંપર્ક કરવી.

ખાસ ધ્યાન: નાના બાળકો, વૃદ્ધો અને બહાર કામ કરતા લોકોમાં હીટસ્ટ્રોકનો ખતરો વધુ હોય છે.

આ માત્ર માહિતી માટે છે. તબીબી સલાહ અથવા નિદાન માટે, કોઈ વ્યાવસાયિકની સલાહ લો.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
અમારા Facebook પેજને ફોલો કરો: Click karo

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.