આંતરરાષ્ટ્રીયમુખ્ય સમાચારરાજનીતિ

ઈરાનમાં અનિશ્ચિતતા: સુપ્રીમ લીડર બેભાન

તેહરાન/કુમ 07 April, 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનની રાજનીતિમાં એક મોટો અનિશ્ચિતતાનો માહોલ ઉભો થયો છે. ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે ગંભીર આરોગ્ય સંકટના અહેવાલો સામે આવ્યા છે. બ્રિટિશ અખબાર The Times દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, તેઓ હાલમાં કુમ શહેરમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે અને શાસન સંબંધિત નિર્ણય લેવામાં સક્ષમ નથી. રિપોર્ટમાં જણાવાયું છે કે આ માહિતી અમેરિકા અને ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા એક ડિપ્લોમેટિક મેમો પર આધારિત છે, જે ગલ્ફ દેશો સાથે પણ શેર કરવામાં આવ્યો છે. મેમોમાં દાવો કરવામાં આવ્યો છે કે મોજતબા ખામેનેઈ “અતિ ગંભીર હાલતમાં” છે અને “શાસન પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી.”

જાહેરમાં ગેરહાજરીથી ઉઠ્યા સવાલો
યુદ્ધ શરૂ થયા બાદથી મોજતબા ખામેનેઈએકપણ વખત જાહેરમાં દેખાયા નથી. તેમ છતાં, ઈરાનના સ્ટેટ મીડિયા દ્વારા તેમના નામે નિવેદનો જારી કરવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિએ તેમના આરોગ્ય અને સક્રિયતાને લઈને શંકાઓ વધુ ઊંડી કરી છે. અહેવાલ મુજબ, તાજેતરમાં એક AI આધારિત વિડિયો પણ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં તેઓ વોર રૂમમાં જોવા મળતા હતા. પરંતુ તેમની અવાજ કે જીવંત હાજરીનો કોઈ પુરાવો સામે આવ્યો નથી.

પિતાના મૃત્યુ પછી સત્તા પરિવર્તન
મોજતબા ખામેનેઈના પિતા અને પૂર્વ સુપ્રીમ લીડર Ali Khameneiનું ફેબ્રુઆરીમાં થયેલા હવાઈ હુમલામાં મૃત્યુ થયું હતું. તે જ હુમલામાં મોજતબા પણ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હવે તેમના સ્વાસ્થ્ય અંગેની અસ્પષ્ટતા ઈરાનના સત્તાકીય માળખા માટે ચિંતાજનક બની છે કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કુમમાં Ali Khameneiના અંતિમ સંસ્કાર માટે તૈયારીઓ ચાલી રહી છે અને એક વિશાળ સમાધિ બનાવવામાં આવી રહી છે, જ્યાં પરિવારના અન્ય સભ્યોને પણ દફનાવવામાં આવી શકે છે.

અમેરિકાનો કડક વલણ
આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trumpએ ઈરાનને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો નિર્ધારિત સમયમર્યાદામાં કરાર નહીં થાય તો ઈરાનને “ભારે પરિણામો” ભોગવવા પડશે. તેમણે દાવો કર્યો કે યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકા ઈરાનની સૈન્ય ક્ષમતાને ગંભીર રીતે નબળી બનાવી ચૂક્યું છે અને હવે પરિસ્થિતિ “નિર્ણાયક તબક્કે” પહોંચી ગઈ છે.

સત્તા કોના હાથમાં?
મોજતબા ખામેનેઈની હાલત અંગેના વિરોધાભાસી અહેવાલો વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે હાલમાં ઈરાનમાં વાસ્તવિક સત્તા કોના હાથમાં છે. ઈરાનના અધિકારીઓ સતત દાવો કરી રહ્યા છે કે સુપ્રીમ લીડર સક્રિય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે શંકાઓ યથાવત છે.

વિશેષજ્ઞોના મતે, જો આ અહેવાલો સાચા સાબિત થાય, તો ઈરાનમાં સત્તા સંકટ ઊભું થઈ શકે છે, જે પહેલાથી જ ઉગ્ર બનેલા પશ્ચિમ એશિયાના સંઘર્ષને વધુ જટિલ બનાવી શકે છે. ઉપરોક્ત અહેવાલોમાંથી ઘણા દાવાઓ હજુ સુધી સ્વતંત્ર રીતે ચકાસાયેલા નથી.

www.gujaratupdates.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.