જીવનશૈલીTrendingભારતમુખ્ય સમાચારવિશેષ

રામલલાના લલાટ પર સૂર્યતિલકથી રામનવમીની ભવ્ય ઉજવણી

અયોધ્યા 27 March, 2026: ભગવાન શ્રીરામના જન્મોત્સવ રામનવમીના પવિત્ર દિવસે અયોધ્યા ભક્તિભાવથી ઓતપ્રોત બની ગઈ છે. Ram Mandir Ayodhya ખાતે આજે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને સમગ્ર શહેર ‘જય શ્રી રામ’ના ગૂંજતા નાદથી ધ્વનિત થઈ રહ્યું હતું . સવારથી જ મંદિરમાં દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી.

બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં સૌથી અદભૂત ક્ષણ સર્જાઈ, જ્યારે રામલલાના લલાટ પર સૂર્યકિરણોનો ‘સૂર્યતિલક’ થયો. આશરે ચાર મિનિટ સુધી ચાલેલી આ અલૌકિક ઘટના જોઈને ભક્તો ભાવવિભોર બની ગયા. વિજ્ઞાન અને શ્રદ્ધાનો અનોખો સંગમ બની આ ક્ષણને સાકાર કરવા માટે વિશેષ લેન્સ અને અરીસાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ભવ્ય પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન સમય પણ વિસ્તૃત કરવામાં આવ્યો હતો. ભક્તો માટે સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી સતત 18 કલાક દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતો . ભારે ભીડને ધ્યાનમાં રાખીને VIP દર્શન સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા હતો , જેથી દરેક ભક્તને સમાન રીતે દર્શનનો લાભ મળી શકે.

અયોધ્યાના દરેક ખૂણામાં ભક્તિનો માહોલ છવાયો હતો . કનક ભવન સહિતના મંદિરોમાં ગીતો, ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા હતો . દેશના વિવિધ ખૂણેથી આવેલા ભક્તો ભજન ગાઈને અને નૃત્ય કરીને ભગવાન શ્રીરામના જન્મોત્સવને ઉજવી રહ્યા છે. શહેરભરમાં મોટી સ્ક્રીનો લગાવવામાં આવી હતી, જેથી દરેક વ્યક્તિ સૂર્યતિલક અને મુખ્ય વિધિઓનો લાઈવ દર્શન કરી શકે. સુરક્ષા અને વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતી. આ રીતે, અયોધ્યા આજે માત્ર એક શહેર નથી, પરંતુ શ્રદ્ધા, ઉત્સાહ અને આધ્યાત્મિક ઊર્જાનો જીવંત પ્રતિક બની ગઈ છે, જ્યાં દરેક હૃદયમાં માત્ર એક જ સ્વર ગુંજી રહ્યો છે—“જય શ્રી રામ!”

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.