ગુજરાતમુખ્ય સમાચાર

ખેતીની જમીન લે-વેચ ને લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar 06 April, 2026 Gujaratupdates.com : ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી-વેચાણને લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજથી (6 એપ્રિલ, 2026) રાજ્યભરમાં ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજોની નોંધણી માટે નવા નિયમો અમલમાં આવ્યા છે. આ બદલાવનો મુખ્ય હેતુ જમીન સંબંધિત વ્યવહારોને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો છે.

જાણો નવો નિયમ: હવે ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ નોંધણી વખતે નીચેના પુરાવાઓ ફરજિયાત રજૂ કરવા પડશે:

  • તાજું ગામ નમુના નંબર 7/12
  • દસ્તાવેજ સહી તારીખથી 25 વર્ષ અગાઉની છેલ્લી નોંધ
  • છેલ્લા 25 વર્ષ દરમિયાન થયેલા તમામ હકપત્રક (ગામ નમુના નંબર 6)ના ઉતારા

આ તમામ દસ્તાવેજો વગર હવે કોઈપણ વેચાણ દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારવામાં આવશે નહીં. રાજ્ય સરકારે ઈ-ધરા ડિજિટલ લેન્ડ રેકોર્ડ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા અને જમીન સંબંધિત વ્યવહારોમાં પારદર્શકતા લાવવા માટે 31 માર્ચ, 2026ના રોજ ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમમાં ફેરફારો કર્યા હતા.

આ નવા નિયમો હેઠળ:

  • જમીન પર કોઈ વિવાદ અથવા કેસ ન હોવો જોઈએ
  • હકપત્રકમાં નામ ધરાવતા તમામ વ્યક્તિઓએ વેચાણખત પર સહી કરવી જરૂરી
  • વેચાણખત પહેલા ઓછામાં ઓછા એક વર્ષ સુધી હકપત્રકમાં કોઈ ફેરફાર નોંધાયેલો ન હોવો જોઈએ

આ શરતો પૂર્ણ થાય તો ફેરફાર નોંધ એક જ દિવસે નોંધાઈ અને પ્રમાણિત કરવામાં આવશે.

પુરાવા નહીં આપો તો શું? જો જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરવામાં આવે તો:

  • સબ-રજિસ્ટ્રાર કચેરી દસ્તાવેજ સ્વીકારશે નહીં
  • અરજદારને 30 દિવસની અંદર જિલ્લા રજિસ્ટ્રાર-કલેક્ટર પાસે અપીલ કરવાની તક મળશે

શું બદલાશે? આ નિર્ણયથી:

  • બોગસ અને ગેરકાયદેસર જમીન વ્યવહારો પર રોક લાગશે
  • જમીન માલિકીના પુરાવાઓ વધુ મજબૂત બનશે
  • ખરીદદારો માટે જોખમ ઘટશે

રાજ્ય સરકારના આ પગલાને જમીન વ્યવહારોમાં વિશ્વાસ વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

www.gujaratupdates.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.